For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોશિયલ મીડિયા પર ચાલતા ચાઈલ્ડ પોર્નોગ્રાફી રેકેટની ફરિયાદ

Updated: Dec 8th, 2022

Article Content Image

- પોર્નોગ્રાફી વીડિયોનું ઓનલાઈન વેચાણ 

અમદાવાદ,તા.8 ડિસેમ્બર 2022,બુધવાર

ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયોનું ઓનલાઈન રેકેટ ચલાવતા તત્વો પૈસા કમાવવા માટે આવા વીડિયોનું વેચાણ કરતા હોવાની વિગતો અંગે સાયબર સેલમાં મંગળવારે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ઓનલાઈન વેચાણ અને વીડિયો શેર કરવાના રેકેટ સાથે સંકળાયેલા ત્રણ એકાઉન્ટ ધારકો સામે આઈટી અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. હાથીજણ વિસ્તારમાં રહેતા વ્યક્તિના પુત્રના ફોનમાં ટેલીગ્રામ એપ્લીકેશન પર આ પ્રકારના વીડિયો આવતા તેઓએ આ અંગે ફરિયાદ કરી હતી. 

સાયબર સેલે આઈટી અને પોક્સો એક્ટ મુજબ  ગુનો નોંધ્યો ઃ ત્રણ એકાઉન્ટ ધારકો પર શંકા 

  હાથીજણમાં લાલગેબી સર્કલ પાસે શાલીન હાઈટ્સમાં રહેતાં અશ્વિનભાઈ વિજયભાઈ શ્રીરસાગર (ઉં,૪૫)એ અજાણ્યા ત્રણ જેટલા એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.જે મુજબ ફરિયાદીનો પુત્ર એન્ડ્રોઈડ ફોનમાં સોશિયલ મીડિયાના માધ્યમ વોટસએપ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ અને સ્નેપચેટ અને ટવીટર જેવા વિવિધ પ્લેટફોર્મનો કોલિંગ અને મેસેજ કરવા માટે ઉપયોગ કરે છે. ધો-૧૨માં અભ્યાસ કરતા પુત્રએ પિતાને ફરિયાદ કરી કે, તેના ટેલીગ્રામ એકાઉન્ટમાં કેટલાક શખ્સો બાળકો અને સ્ત્રીઓના બિભત્સ પોર્નોગ્રાફી વીડિયો મોકલી રહ્યા છે. પુત્રની ફરિયાદ આધારે પિતાએ તેના મોબાઈલ ફોનમાં ટેલીગ્રામ એપ્લીકેશન ચેક કરતા તેમાં આઈએમ ઓપ્ટીમસ, વૈભવ કૌશિક ૫૬, ઈટઝાઆર્દશ અને છોટા ડોન ઈઝ હીયર જેવા એકાઉન્ટ ધારકો દ્વારા આ વીડિયો મોકલવામાં આવતા હતા. 

આ વીડિયોમાં જૂદા જૂદા દેશોના બાળકો અને બાળકીઓના બિભત્સ વીડિયો ઉપરાંત મહિલા અને પુરૂષોના પોર્ન વીડિયોનો સમાવેશ થતો હતો. પૈસા કમાવવા માટે આ વીડિયોનું જૂદી જૂદી તકનીકો દ્વારા ઓનલાઈન નાણાં લઈ વેચાણ કરવામાં આવતું હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. બનાવને પગલે ફરિયાદીએ જાતે સાયબર સેલનો સંપર્ક કરીને આ પ્રકારના પોર્ન વીડિયો બનાવનાર, વેચનાર અને વાઈરલ કરનાર તત્વો સામે ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલે મામલાને ગંભીરતાથી લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Gujarat