સિવિલ કેમ્પસમાં ક્વાટર્સમાં રીપેરીંગ યોગ્ય રીતે નહી કરાયાની ફરિયાદ


- કામગીરીમાં બેદરકારી દાખવી કોન્ટ્રાકટરે સરકારના પૈસા વેડફયાનો આક્ષેપઃ પીઆઇયુ વિભાગને તપાસની સૂચના

 સુરત :

નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં  નર્સિગ કવાટર્સમાં સહિતના કેટલાક ક્વાટર્સમાંં રીપેરીંગ બરાબર કરવામાં કરવામાં આવતુ ન હોવાથી કર્મચારીઓમાં નારાજગી  સાથે રોષ જોવા મળ્યો હતો. આ અંગે કર્મચારીઓ સિવિલના અધિકારીને લખિતમાં ફરિયાદ કરી છે.

નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા નવા અને જુના નર્સિગ ક્વાટર્સમાં સહિતના કેટલાક ક્વાટર્સમાં નાની મોટી રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે.જેમાં કેટલીક જગ્યા હલકી કક્ષાના નળ લગાડવામાં આવ્યા ,તો કેટલીક જગ્યા જુના નળ બેસાડયા, અધુરુ રીપેરીંગ કામ પૂર્ણ કર્યુ નથી, કેટલાક બાથરૃમના દરવાજા પણ બેસાડવામાં આવ્યા નથી, બારી - બારણા પણ જુના બેસાડવામાં આવ્યા છે, ફ્લોરિંગ પણ બરાબર કરવામાં આવ્યું નથી.ઇલેક્ટ્રિક વાયરો સ્પાર્ક થાય  સહિતની ખામીઓ છે. જોકે કોન્ટ્રેક્ટર દ્વારા  નિષ્કાળજીથી તથા હલકીકક્ષાનું રીપેરીંગ અને અધૂરું કામ કરવામાં આવે છે.

જયારે ક્વાટર્સમાં રીપેરીંગ (રીનોવેશન ) અંગે બેદરકારી દાખવતા હોવાથી  કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. જયારે રીપેરીંગ કામ બરાબર નહી કરતા હોવાથી સરકારના પૈસા વેડફાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ અંગે કર્મચારીઓએ સિવિલના અધિકારીને લેખેતમાં ફરિયાદ કરી કે તમામ કામગીરી વ્યવસ્થિત રીતે કરીને પૂર્ણ કરવામાં આવે.  જયારે સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે જણાવ્યુ કે પી.આઇ.યુ વિભાગને તપાસ કરીને યોગ્ય કામગીરી કરવામાં કડક સૂચના આપવામા આવી છે.

City News

Sports

RECENT NEWS