Get The App

પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી

ચાંદખેડા પોલીસે ડોમેસ્ટીક વાયોલન્સનો ગુનો નોંધ્યો

પત્નીએ વસ્ત્રાપુરમાં રહેતી પ્રેમીકાના ઘરેથી પતિને રંગેહાથે ઝડપી લેતા માર માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી 1 - image

અમદાવાદ,શુક્રવાર

શહેરના વેષ્ણોદેવી વિસ્તારમાં રહેતી મહિલાના પતિએ તેની કંપનીમાં કામ કરતી અન્ય મહિલા સાથે સંબધ રાખીને પત્નીને માર માર્યો હોવાની તેમજ એડલ્ટરી યોગ્ય હોવાનું કહી તેને પુત્રને પણ માતા વિરૂદ્ધ ચઢામણી કરતો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ મથકે નોંધવામાં આવી છે.

શહેરના વેષ્ણોદેવી વિસ્તારમાં આવેલા  એન્ટાલિયા-૯૯ એપાર્ટમેન્ટમાં રહેતા પુજા પાંડેએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના લગ્ન ૨૦૧૧માં  વિકાસ પાંડે સાથે થયા હતા. લગ્ન બાદ થોડા મહિના ઓસ્ટ્રેલિયા રહ્યા બાદ અમદાવાદમાં રહેતા હતા. પરંતુ,  ત્યારબાદ વિકાસ તેને માનસિક ત્રાસ આપતો હતો અને  શારિરીક સંબધને લઇને પરેશાન કરતો હતો.

આ દરમિયાન પુજાબેનને જાણવા મળ્યું હતું કે  તેના પતિને જીશા નાયર નામની યુવતી સાથે સંબધ હતો. તે પુજાબેનને કહેતો  કે  જીશા તેને સારી રીતે રાખે છે. એટલુ જ નહી તે તેમના ૧૨ વર્ષના પુત્રને પણ પુજાબેન અંગે ચઢામણી કરતો હતો અને કહેતો હતો કે એડલ્ટરી યોગ્ય છે. તેમજ પુત્રને પણ જીશાના ઘરે લઇ જતો હતો.  ત્યારબાદ આ મામલો ગંભીર થતા વિકાસે  જીશા સાથે સંબધ કાપવાની વાત કરવાની ખાતરી આપી હતી. પરંતુ, થોડા દિવસ પહેલા પુજાબેનને શંકા જતા તેમણે વિકાસનો પીછો કર્યો હતો અને તપાસ કરતા તે  વસ્ત્રાપુરમાં આવેલા શીતલ વેસ્ટ પાર્કમાં રહેતી જીશાના ઘરે મળી આવ્યો હતો. જેથી પીછો કરતા વિકાસે પુજાબેનને માર મારીને ધમકી આપી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Tags :