For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લઘુભારત એવા સુરતમાં ભાજપનો વિજય સમગ્ર દેશમાં વિજયનો મેન્ડેટ છેઃ અમિત શાહ

છેલ્લા 32 વર્ષથી સુરત અને ગુજરાતમાં ભાજપનો સતત વિજય થાય છે

Updated: Nov 24th, 2021

Article Content Image

ભાજપના કાર્યકરો ભાજપના માલિક છેઃ નરેન્દ્રભાઇએ ગુજરાતના વિકાસ સાથે દેશના વિકાસનો પાયો નાંખ્યો છે તેના આધારે દેશને આગળ પહોંચાડે છે

        સુરત,

સુરતમાં તમામ ધર્મ-સમાજના લોકો વસે છે તેથી તે લઘુભારત છે. સુરતમાં ભાજપનો વિજય એ સમગ્ર દેશમાં વિજય માટેનો મેન્ડેટ છે એમ આજે સુરત ભાજપના સ્નેહમિલન સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયેલા કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. ભાજપના કાર્યકરો ભાજપના માલિક છે અને કાર્યકરોની મહેનત અને ભાજપના સંગઠનને કારણે છેલ્લા 31 વર્ષ કરતા વધુ સમયથી સુરત અને ગુજરાતમાં ભાજપનો સતત વિજય થઇ રહ્યો છે.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના પછી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પગલાં ભરવામાં આવ્યા છે તેના કારણે આર્થિક ગતિવિધી ખુબ તેજીથી આગળ વધી રહી છે. તેના કારણે બધાજ રેકર્ડ જીએસટી કે અન્ય હોય એક પછી એક તોડી શકીએ તેવી સ્થિતિમાં પહોંચ્યા છે તેમાં સુરતનું મોટું યોગદાન છે. આગામી દિવસોમાં ભારતમાં પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનવાનો લક્ષ્યાંક છે તેમાં પણ સુરતનું ઘણું મોટું યોગદાન રહેશે. સ્વસ્છતા સર્વેક્ષણમાં હવે સુરતનો પહેલો નંબર આવે તે માટે આજે આપણે સંકલ્પ કરવાનો છે.

 નરેન્દ્ર ભાઈએ ગુજરાતના વિકાસ સાથે દેશના વિકાસનો પાયો નાંખ્યો છે તેના આધારે દેશને આગળ પહોંચાડે છે. નરેન્દ્ર ભાઈ ગુજરાતમાં એવી વ્યવસ્થા ઉભી કરીને ગયાં કે કોઈ પણ મુખ્યમંત્રી હોય વિકાસની વિજય કુચ અનેક વર્ષો સુધી આગળ ચાલતી રહે. આ ઉપરાંત સર્જીકલ સ્ટ્રાઈક, અયોધ્યામાં રામ મંદિર કે 370ની કલમ હટાવવાના વાયદા નરેન્દ્ર મોદી સરકારે પુરા કર્યા છે.

આજે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપુર્ણ નિર્ણય લીધો છે તેમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને માર્ચના અંત સુધી 80 કરોડ લોકોને મફત યોજના આપવામાં આવશે. દુનિયા ભરમાં ૧૯ મહિના સુધી 80 કરોડ લોકોને અનાજ આપવાની યોજના કોઈએ બનાવી નથી આ ભાજપની ગરીબો પ્રત્યેની સંવેદના બતાવે છે.

સી.આર. પાટીલ અને તેમની ટીમે પેજ પ્રમુખનું રાજ્યભરમાં જે મોડલ બનાવ્યું છે તે મોડલે સમગ્ર દેશમા એ નવો વિચાર મુક્યો છે કે સંગઠનના આધારે ચૂંટણી કઇ રીતે જીતી શકાય. સંગઠનના આધારે જન કલ્યાણની વાતો લોકો સુધી કઈ રીતે લઈ શકાય અને આ સંગઠનના આધારે કોરોના જેવી મહામારી- આપદા આવતી હોય તો સમાજ સેવા કઈ રીતે થઈ શકે તે મોડલ ભાજપ સંગઠને પુરુ પાડયું છે. પ્રયોગ દેશ ભરની અંદર મોડલના સ્વરૃપમા ંઅનુકરણ કરીએ છીએ.

2022ની ગુજરાત વિધાનસભાની ચુંટણી અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના સંગઠન અને ગુજરાતના મુખ્યમંત્રીએ 182 બેઠકો જીતવા જે લક્ષ્ય રાખ્યું છે તે પુરુ કરવા સહયોગ આપીએ. આઝાદી પછીની સૌથી વધુ બહુમતીથી ભાજપની સરકાર બને સી.આર. પાટીલ અને  ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બધા જ રેકર્ડ તુટે તેવી રીતે કામ કરવા તેમણે કાર્યકરોને હાકલ કરી હતી.

Gujarat