Get The App

વડોદરામાં મોટી દુર્ઘટના, કાર તળાવમાં ખાબકી, વિદેશી વિદ્યાર્થીઓ ડૂબ્યાની આશંકા, શોધખોળ શરૂ

Updated: Aug 18th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરામાં મોટી દુર્ઘટના, કાર તળાવમાં ખાબકી, વિદેશી વિદ્યાર્થીઓ ડૂબ્યાની આશંકા, શોધખોળ શરૂ 1 - image


Accident in Vadodara: વડોદરા નજીક આવેલા ખટંબા ગામથી અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે આજે (18મી ઑગસ્ટ) તળાવમાં કાર ખાબકતા ખડભડાટ મચી ગયો છે.  આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ કારમાં વિદેશી વિદ્યાર્થીઓ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલા ખટંબા ગામ નજીક આજે વહેલી સવારે એક કાર તળાવમાં ખાબકી હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ક્રેઈન દ્વારા કારને બહાર કાઢવામાં આવી રહી છે. આ કારમાં ખાનગી યુનિ.માં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે તમામ હાલ લાપતા છે. હાલ પોલીસ, ફાયર વિભાગ અને NDRFની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં મોટી દુર્ઘટના, કાર તળાવમાં ખાબકી, વિદેશી વિદ્યાર્થીઓ ડૂબ્યાની આશંકા, શોધખોળ શરૂ 2 - image

Tags :