For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધર્મ છુપાવીને લગ્ન કર્યા બાદ મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવનારના જામીન રદ

શમતઅલી શેખે મુકેશ ગુપ્તા તરીકે ઓળખ આપી હિન્દુ યુવતી સાથે લગ્ન કરી મુસ્લિમ ધર્મ અપનાવવા ત્રાસ અને ધાકધમકી આપી હતી

Updated: Sep 13th, 2021

Article Content Image

સુરત

શમતઅલી શેખે મુકેશ ગુપ્તા તરીકે ઓળખ આપી હિન્દુ યુવતી સાથે લગ્ન કરી મુસ્લિમ ધર્મ અપનાવવા ત્રાસ અને ધાકધમકી આપી હતી

ખોટું હિન્દુ નામ ધારણ કરી રેલ્વેમાં નોકરી કરતા હોવાનું જણાવી લગ્ન કર્યા બાદ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી ત્રાસ આપવાના કેસમાં ડીંડોલી પોલીસે જેલભેગા કરેલા આરોપીના જામીનની માંગને આજે કોર્ટે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમદર્શનીય કેસ હોવાનો નિર્દેશ આપી નકારી કાઢી છે.

નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતી મૂળ બિહારની હિન્દુ યુવતિએ આરોપી મોહમદ અખ્તર મોહમદ શમતઅલી શેખ ઉર્ફે મુકેશ મહાવીર ગુપ્તા (રે.છત્રપતિ શિવાજી નગર, ખાનપુર, લિંબાયત) વિરુધ્ધ પોતે મુસ્લિમ હોવા છતાં મુકેશ મહાવીર ગુપ્તા તરીકે ઓળખ આપી રેલ્વેમાં નોકરી કરતા હોવાની ખોટી હકીકત જણાવી હતી. ફરિયાદી સાથે મિત્રતા કેળવ્યા બાદ હિન્દુ વિધી મુજબ લગ્ન કર્યા હતા. અને ત્યારબાદ પોતે મુસ્લિમ છે કહીને યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. તેમજ પોતે મુસ્લિમ છે તેમ કોઇને કહેશે તો પુત્ર પ્રતિકને લઇને જતા રહેવાની ધમકી આપી હતી.

યુવતીના સબંધીને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી હાલ કેસના સાક્ષી રવિકુમાર ,પરશુરામ, તથા અજીતરાજ ગુપ્તા પાસેથી કુલ રૃ.13.70 લાખ પડાવી  લીધા હતા. યુવતીએ સ્ત્રી અત્યાચાર ધારા, ઠગાઈ તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના ભંગ બદલ ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં જેલવાસ ભોગવતા આરોપી  મુકેશ ગુપ્તા ઉર્ફે શમતઅલી શેખે જામીન માંગતાં સરકારપક્ષે એપીપી કુ.રિન્કુ પારેખે તપાસ અધિકારી ની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ છે. આરોપી પરપ્રાંતીય હોઈ જામીન આપવાથી વતન નાસી ભાગી જાય તેમ હોઈ ટ્રાયલમાં હાજર ન રહે તથા સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.

 

Gujarat