અમદાવાદમાં સતત ઝેરી બનતી હવા, AQI વધીને 212ને પાર, સળંગ ત્રીજા દિવસે આવી હાલત

Ahmedabad Air Quality Index : અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા માપવા માટેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. અમદાવાદમાં સળંગ ત્રીજા દિવસે હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં નોંધાઈ છે. ગુરુવારે રાત્રે શહેરનો સરેરાશ AQI વધીને 212 પર પહોંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે રાત્રે શહેરના 12 એવા વિસ્તારો હતા જ્યાં AQI 200ને પાર થયો હતો. તેમાં પણ થલતેજ વિસ્તાર 300 AQI સાથે શહેરનો સૌથી પ્રદૂષિત વિસ્તાર નોંધાયો હતો. નોંધનીય છે કે, શુક્રવારે બપોરના સમયે શહેરનો સરેરાશ AQI 100થી અંદર હતો, જે 'સંતોષકારક' ગણાય. પરંતુ સાંજ 6 વાગ્યા બાદ AQIનું સ્તર ચિંતાજનક રીતે વધવા લાગ્યું હતું અને રાત્રિના 8 વાગ્યે આ આંકડો 212 સુધી પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: નવસારીના બીલીમોરામાં આઘાતજનક ઘટના: બે માસૂમ બાળકોનું ગળું દબાવી માતાએ કરી હત્યા
અન્ય શહેરોની તુલનામાં અમદાવાદની હવા વધુ ખરાબ
ગુરુવારે રાત્રે અમદાવાદની હવાની ગુણવત્તા મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઈ અને હૈદરાબાદ કરતાં પણ વધારે ખરાબ નોંધાઈ હતી. આ જ સમયે મુંબઈમાં AQI 148 હતો. જોકે, 407ના AQI સાથે દિલ્હી દેશમાં સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતું શહેર રહ્યું હતું.
નિષ્ણાતોની ચેતવણી: માસ્ક પહેરવું હિતાવહ
હવાની આ બગડતી ગુણવત્તા અંગે નિષ્ણાતોનું માનવું છે કે, પ્રદૂષિત હવામાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની તકલીફોમાં વધારો થઈ શકે છે. આ કારણોસર, આવા દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને બહાર નીકળતી વખતે માસ્ક પહેરી રાખવું હિતાવહ છે.
અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ?

