For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચેક રીટર્ન કેસમાં ગેરહાજર રહેનાર આરોપી વકીલને છ માસની કેદ

મિત્રના લગ્નપ્રસંગે કેટરર્સને ચુકવવા પાત્ર થતાં 9.50 લાખના પાર્ટ પેમેન્ટ પેટે આપેલા 7.25 લાખના ચેક રીટર્ન થયા હતા

Updated: Nov 18th, 2021

Article Content Image

સુરત

મિત્રના લગ્નપ્રસંગે કેટરર્સને ચુકવવા પાત્ર થતાં 9.50  લાખના પાર્ટ પેમેન્ટ પેટે આપેલા 7.25 લાખના ચેક રીટર્ન થયા હતા

ત્રણેક વર્ષ પહેલાં મિત્રના લગ્નપ્રસંગની જવાબદારી નિભાવીને કેટરીંગ સર્વિસના સંચાલકને ચુકવવા પાત્ર થતાં બીલના પાર્ટ પેમેન્ટ તરીકે આપેલા 7.25  લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વકીલને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કીર્તિકુમાર એમ.ગોહેલ દોષી ઠેરવી છ માસની કેદ તથા ચેકન રકમનો દંડ તથા દંડની રકમમાંથી ફરિયાદીને વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છે.

શિલ્પ કેટરર્સના સંચાલક ધ્વનિ આસિત દલાલના ફરિયાદી પાવદાર નંદન હરેશ સુતરીયા (રે.ડીઝની હાઉસ,એપાર્ટમેન્ટ,રાંદેરરોડ)એ વર્ષ-2019 માં  આરોપી વકીલ જયેશ મુનિ કુમાર પટેલ (રે.નહેરુનગર સોસાયટી,ઉમરા)ના ઓર્ડર મુજબ તેમના મિત્ર જયંતિભાઈ વાળાના લગ્નપ્રસંગે કેટરીંગ સર્વિસ સેવા પુરી પાડી હતી.જેના પેેટે ફરિયાદીને ચુકવવા પાત્ર થતાં કુલ રૃ.9.50 પૈકી પાર્ટપેમેન્ટ પેટે આરોપી વકીલે આપેલા રૃ.7.25 લાખના ચેક રીટર્ન થતાં ફરિયાદી શિલ્પ કેટરર્સ વતી પાવરદારે કીરીટ પાનવાલા મારફતે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. આજરોજ આ કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટમાં ગેરહાજર રહેલા આરોપી વકીલ જયેશ પટેલને કોર્ટે દોષી ઠેરવી સજા અને દંડનો હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદીની ઉલટ તપાસ લેવાની કે પોતાના બચાવની પ્લી રજુ કરવાની કોઈ દરકાર નહીં કરીને ફરિયાદપક્ષના પુરાવાનું ખંડન કર્યું નથી.


 

Gujarat