Get The App

પાટણના ચાણસ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચારના મોત

Updated: Oct 31st, 2024

GS TEAM

Google News
Google News
Accident


Patan Chansma Highway Accident Incident : પાટણના ચાણસ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.

રામગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત 

પાટણના ચાણસ્મા હાઈવે પર રામગઢ પાટિયા પાસે અલ્ટો કાર-છોટા હાથી ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં કાંકરેજ તાલુકાના ચાર લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક જ પરિવારના ત્રણ મહિલા અને એક પુરુષનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ. જ્યારે અકસ્માતમાં એક જ સાથે ચાર લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત

મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાથી એક પરિવાર પોતાની અલ્ટો કાર લઈને જતી વખતે રામગઢ પાટિયા નજીક પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલા છોટા હાથીના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પરિવારના પતિ-પત્ની અને બે પુત્રોનું મોત નીપજ્યું. 

આ પણ વાંચો : પાઘડીના વળના છેડે મતદારો: સ્વરૂપજી ઠાકોર બાદ લવિંગજીએ પાઘડી ઉતારી માગ્યા મત

અકસ્માતની ઘટનામાં છોટા હાથીનો ડ્રાઈવર તેની ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં 108ને ફોન કરીને ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.

Tags :