અમદાવાદના ભુવાલડીમાં નબીરાએ બેફામ કારથી શ્રમિકોને કચડ્યા, ગર્ભવતી મહિલાનું કરૂણ મોત

Accident In Bhuvaldi, Ahmedabad : અમદાવાદના ભુવાલડીથી ઝાણુ ગામ જવાના રસ્તા પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક સગીરે બેફામ કાર ચલાવતા પેવરબ્લોકનું કામ કરી રહેલા શ્રમિકોને કચડ્યા હતા. આ અકસ્માતના બનાવમાં એક ગર્ભવતી મહિલાનું મોત અને 2થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સગીર પૂર્વ સરપંચનો પુત્ર હોવાનું જણાય છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ભુવાલડી પાસે પૂર્વ સરપંચના પુત્રએ બેફામ પણે કાર ચલાવીને રસ્તાની બાજુમાં કામ કરી રહેલા શ્રમિકોને કચડ્યા હતા. અકસ્માતમાં એક ગર્ભવતી મહિલાનું કરૂણ મોત થયું છે. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવને લઈને સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઘટનામાં એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોવાનું જણાય છે. બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

