કચ્છ: લખપતના દયાપર પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બેના મોત
Lakhpat Accident News : ગુજરાતના કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દોલતપર-દયાપર પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળો આવી પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક મહિલા સહિત 4ના મોત
મળતી માહિતી મુજબ, કચ્છના લખપતના દયાપર પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટનામાં બાઈક ચાલક સહિત બેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. લખપતના દયાપર પાસે અકસ્માતના બનાવને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.