For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીનગરના વૈભવી બંગલામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો

મતદારોને રીઝવવા દારૂ ઉતરાવ્યો હોવાનો દાવો

બંગલાની અંદર રૂમમાં વિદેશી દારૂની પેટીઓ સંતાડી રાખવામાં આવી

Updated: Dec 2nd, 2022

Article Content Image

મદાવાદ, તા. 2 ડીસેમ્બર 2022, શુક્રવાર 

ગુજરાત ચૂંટણીની પહેલા દારૂની રેલમછેલ...આગામી 5 પાંચમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે.  ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે ગાંધીનગરના અડાલજ પાસે બાલાપીર દરગાહની સામે આવેલા વૈભવી બંગલામાં દરોડો પાડીને વિપુલ માત્રામાં વિદેશી દારૂની પેટીઓનો જથ્થો પકડી પાડ્યો છે. ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા કોઈ રાજકીય પાર્ટીના ઈશારે અત્રેના આ બંગલામાં મોટા પાયે દારૂ ઉતારવામાં આવ્યો હોવાના અહેવાલથી પોલીસે રેડ પાડતાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો.

ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ રોકવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ  થઈ રહ્યું છે. બાતમી મળતાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ - 1 ની ટીમના પીઆઈ દિવાનસિંહ વાળા ટીમ સાથે  બાતમી મુજબ તપાસ કરતાં અડાલજ બાલાપીર દરગાહની સામે આવેલા એક વૈભવી બંગલામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામા આવ્યો હતો.

Article Content Image

અંદાજે 480 જેટલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી

પૂર્વક બાતમીના આધારે એલસીબીની ટીમે આયોજન બંગલામાં રેડ કરતાં  આ બંગલાની અંદર પેટીમાં મળી આવતાં તપાસ દરમ્યાન વિદેશી દારૃ જોઈ એલસીબીની ટીમ ચોંકી ઉઠી હતી. બંગલાની અંદર રૂમમાં વિદેશી દારૃની પેટીઓ સંતાડી રાખવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ અત્યારે એલસીબીની ટીમે દારૂની પેટીઓની ગણતરી કરતાં લગભગ 480 જેટલી પેટીઓ મળી આવી છે.  એકવાર ગણતરી થઈ ગયા પછી પેટીઓનો ચોક્ક્સ આંકડો જાણવા મળશે. જો કે પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ કોઈ રાજકીય પાર્ટીએ મતદારોને રીઝવવા માટે આ દારૂનો મોટી માત્રામાં જથ્થો ઉતાર્યો હોવાનો અંદાજ છે. બંગલામાંથી આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Gujarat