For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આણંદ એક્સપ્રેસ હાઈવે પર ઊભી ટ્રકમાં કાર ઘૂસી, અકસ્માતમાં ડાકોરના ૩ યુવાનોના મોત

મોડી રાતે અકસ્માત સર્જાયો હોવાનો અહેવાલ

કારમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા

Updated: Feb 6th, 2023

Article Content Image

image : envato


અમદાવાદ, તા. 6 ફેબ્રુઆરી, 2023, સોમવાર

ગુજરાતમાં પણ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો દેખાઈ રહ્યો છે. દરમિયાન એક્સપ્રેસ વે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. રવિવારે મોડી રાત્રે આણંદ એક્સપ્રેસ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાત્રિના સમયે હાઇવે પર ઊભેલી ટ્રક પાછળ એક  કાર એકાએક આવીને ઘૂસી જતાં એકસાથે ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જેના લીધે સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. 

મોડી રાતે અકસ્માતના અહેવાલ 

આણંદ એક્સપ્રેસ હાઇવે પર મોડી રાત્રે ભયાવહ અકસ્માતની ઘટના સામે આવી હતી. વિગતોઅનુસાર આણંદ એક્સપ્રેસ હાઇવે પર ખંભોળજ પોલીસ મથક વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ઊભેલી એક ટ્રક પાછળ એક કાર ઘૂસી ગઈ હતી. કારમાં સવાર તમામ લોકોના મોતના અહેવાલ છે. 


Gujarat