ઉછીના રૃપિયા માટે પિતા-પુત્ર ઉપર છરી જીવલેણ હુમલો
પુત્રએ મિત્ર પાસેથી ૧૦ હજાર લીધેલા ૭ હજાર બાકી લેવા માટે હુમલો
રખિયાલ પોલીસે ચાર લોકો સામે હત્યાની કોશિષનો કલમ સહિત ગુનો નોંધી તપાસ શરુ કરી
અમદાવાદ,શુક્રવાર
રખિયાલમાં ઉછીના આપેલા રૃપિયાની ઉઘરાણી કરીને યુવક ઉપર પ્લાસ્ટીકના પાઇપ અને છરીથી હુમલો કર્યા હતો છોડાવવા વચ્ચે પડેલા પિતાને આડેધડ છાતી સહિત શરીરે છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકે ૧૦ દિવસ પહેલા રૃા. ૧૦ હજાર ઉછીના લીધા હતા અને રૃા. ૭ હજાર આપવાના બાકી હોવાથી મિત્ર અવાર નવાર ઉઘરાણી કરતો હતો. આ અંગે બનાવ રખિયાલ પોલીસે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
લોહી લુહાણ હાલતમાં પિતા-પુત્રને સારવાર માટે દાખલ કરાયા ઃ રખિયાલ પોલીસે ચાર લોકો સામે હત્યાની કોશિષનો કલમ સહિત ગુનો નોંધી તપાસ શરુ કરી
રખિયાલ ગામમાં રહેતા યુવકે રખિયાલ પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોધાવી છે કે ફરિયાદીઓ મિત્ર પાસેથી ૧૦ દિવસ પહેલા ઉછીના રૃા. ૧૦ હજાર લીધા હતા. જેમાં રૃા. ૩ હજાર પરત આપ્યા હતા અને રૃા. ૭ હજાર બાકી હોવાથી અવાર નવાર ફોન ઉપર ઉઘરાણી કરતો હતો.
તા. ૧૭ના રોજ ફરિયાદી ચાલીની બહાર બાંકડા પર બેઠો હતો તે સમયે આરોપીઓ આવ્યા હતા અને રૃપિયાની ઉઘરાણી કરીને બોલાચાલી કરતો હતો. ત્યારબાદ પાકગમાં વાતો કરવા ગયા હતા અને તકરાર કરીને ગાળો બોલીને પ્લાસ્ટીકની પાઇપથી મારવા લાગ્યા હતા. ત્યારે ફરિયાદીના પિતા વચ્ચે પડીને છોડાવવા જતા તેમને છાતી સહત શરીરે છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો તેમજ ફરિયાદીને પણ છરીના ઘા માર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત પિતા-પુત્રને લાહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.