જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો: આરોપી ફરાર
જામનગરમાં ગોકુલ નગર નજીક સીતારામ સોસાયટી શેરી નંબર-1માં એક રહેણાક મકાનમાં ઈંગ્લિશ દારૂની બાટલીનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પડ્યો હતો, અને 300 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી લીધી છે. પરંતુ મકાન માલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.
જામનગરમાં સીતારામ સોસાયટી શેરી નંબર-1માં રહેતા સાગર પાલાભાઈ કરમુર દ્વારા બહારથી ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો પોતાના ઘરમાં ઉતારવામાં આવ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે, તેવી બાતમીના આધારે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 197,400ની કિંમતનો ઈંગ્લિશ દારૂ કબજે કર્યો છે. જે દરોડા સમયે મકાન માલિક સાગર કરમુર ભાગી છુટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.