For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

250 GRD જવાનોએ છુટા કરાતા રેસકોર્સ મેદાનમાં દેખાવ કર્યા

- શહેર પોલીસમાં ફરજ બજાવતાં

- જિલ્લા પોલીસના અધિકારીઓ કહે છે કે શહેર પોલીસ માટે 500 હોમગાર્ડની જગ્યા મંજુર થતા રાજય સરકારે આ નિર્ણય લીધો છે

Updated: Nov 19th, 2021


રાજકોટ, : શહેર પોલીસમાં સામાન્ય રીતે હોમગાર્ડસની અને જિલ્લા પોલીસમાં જીઆરડીના જવાનોની સેવા લેવાય છે. પરંતુ શહેર પોલીસમાં હોમગાર્ડસની ઘટ હોવાથી ચારેક વર્ષ પહેલા જિલ્લામાંથી ૨૫૦ જીઆરડીના જવાનોની સેવા લેવાનું શરૂ કરાયું હતું. ગઈકાલે અચાનક તેમને ફરજ પર નહી આવવાની સુચના અપાતા ઉહાપોહ મચી ગયો હતો. જેને કારણે આજે રપ૦ જેટલા જીઆરડીના જવાનોએ રેસકોર્સના મેદાનામાં દેખાવો કર્યા હતા.  શહેરના આજી ડેમ, કુવાડવા, એરપોર્ટ અને તાલુકા પોલીસ મથકમાં છેલ્લા ચારેક વર્ષથી રપ૦ જીઆરડી જવાનોની સેવા લેવાતી હતી. ગઈકાલે તમામને નોકરી પર નહી આવવાની સુચના મળી હતી. જેને કારણે આજે રેસકોર્સ રોડ પર વિરોધ કરી આવતીકાલે એસપીને રજુઆત કરવાની જાહેરાત કરી છે. 

જીઆરડીના એક જવાને જણાવ્યું કે, કોરોના જેવી મહામારી અને ચુંટણીમાં જીઆરડીના જવાનોએ નિષ્ઠાપુર્વક ફરજ બજાવી હતી. હવે અધિકારીઓ જીઆરડીના જવાનો જે વિસ્તારમાં ફરજ બજાવતા હતા તે હવે શહેરમાં ભળી ગયાનું કહી તેમની ફરજ લેવાનું બંધ કરવાનો નિર્ણય લેવાનું જણાવે છે. જે વિસ્તારો સીટીમાં ભળી ગયાનું કહેવાય છે તે ચાર વર્ષ પહેલા ભળી ગયા હતા. આ સ્થિતિમાં આ કારણ ગળે ઉતરે તેવું નથી. 

બીજી તરફ રાજકોટ જિલ્લા પોલીસના સુત્રોએ જણાવ્યું કે રાજકોટ શહેર પોલીસમાં હોમગાર્ડસની ઘટ હોવાથી જીઆરડીના જવાનોની સેવા લેવાતી હતી. પરંતુ હવે શહેર પોલીસ માટે પ૦૦ હોમગાર્ડસની ભરતી શરૂ થતા જીઆરડી જવાનોની સેવા લેવાનું બંધ કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જે જીઆરડી જવાનોની નોકરી લેવાનું બંધ કરાયું છે તેમની પાસે હોમગાર્ડ તરીકે ભરતી થવાનો પણ વિકલ્પ મોજુદ છે. 

Gujarat