21 બોગસ પેઢીએ 3125 કરોડનું બીલીંગ કરી 55.13 કરોડની ક્રેડીટ પાસઓન કરી

બોગસ પેઢીઓ મળવાનો સિલસિલો યથાવત ઃ 27 પેઢીની તપાસમાં વધુ 21 બોગસ નીકળીઃ બે પેઢીના સંચાલકને SGSTની ટીમે ઝડપી લીધા

Updated: Jan 25th, 2023સુરત


બોગસ પેઢીઓ મળવાનો સિલસિલો યથાવત ઃ 27 પેઢીની તપાસમાં વધુ 21 બોગસ નીકળીઃ બે પેઢીના સંચાલકને SGSTની ટીમે ઝડપી લીધા


સ્ટેટ જીએસટી વિભાગની ટીમે આજે બોગસ બીલીંગની આશંકાની આધારે 27 પેઢીઓમાં તપાસ હાથ ધરતા 21 પેઢી બોગસ નીકળવા સાથે ૩૧૨૫ કરોડના બોગસ બીલો ઈસ્યુ કરીને 55.13 કરોડની વેરાશાખ પાસઓન કરી હોવાનું બહાર આવ્યું છે.

બોગસ બીલીંગના આધારે આચરવામાં આવતી ટેક્ષ ચોરીના દુષણને ડામવા સુરત એસજીએસટી વિભાગની ટીમે આજે કુલ 27 જેટલી પેઢીઓના ધંધાકીય સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી.જેમાં 27પૈકી 21 પેઢી બોગસ નીકળવા સાથે 15 પેઢીઓના ડોક્યુમેન્ટ ફોર્જડ હોવાનું તથા 6 પેઢીઓએ તેનો દુરપયોગ કર્યો હોવાનું પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે.

એસજીએસટી વિભાગની તપાસ દરમિયાન બોગસ પેઢીઓ મારફતે કુલ 3125 કરોડના બોગસ બીલો જનરેટ કરીને કુલ 55.13 કરોડની ક્રેડીટ પાસઓન કરવામાં આવી છે.બોગસ બીલીંગ દ્વારા ક્રેડીટ ઉસેટનાર 21પૈકી બે પેઢીઓના શકદાર સંચાલક સ્ટેટ જીએસટી વિભાગની ટીમે ઝડપી લીધા છે.જ્યારે 19 પેઢીઓના સંચાલકો હાથ ન લાગતા તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરી ખોટી વેરાશાખ ભોગવનાર પાસેથી વેરા વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


    Sports

    RECENT NEWS