For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Gujarat corona: આજે રાજ્યમાં 1580 કેસ નોંધાયા, 7 દર્દીનાં થયા મોત કુલ મૃત્યુઆંક 4,450

Updated: Mar 21st, 2021

ગાંધીનગર, 21 માર્ચ 2021 રવિવાર  

ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, અને તેની સાથે-સાથે સામાન્ય લોકો અને સરકારની ચિંતા પણ વધી રહી છે, આજે રાજ્યમાં કુલ 1580 દર્દીઓ નોંધાયા. તેની સામે 989 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે કુલ 7 દર્દીનાં મોત થયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1  અને વડોદરામાં 1 નો સમાવેશ થાય છે. જો કે, રાજ્યમાં કોરોનાનાં દર્દીઓનો કુલ આંક 2,87,009 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,75,238 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,450 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 7321 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 71 છે. જ્યારે 7250 દર્દીઓની હાલત સ્ટેબલ છે. 2,75,238 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,450 લોકોનાં મોત નિપજ્યા છે.રાજ્યનો રીકવરી રેટ 95.90 ટકા જેટલો છે.

રાજયની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના દર્દીઓની વિગત આ મુજબ છે, જેમાં અમદાવાદ કોર્પોરેશન 443, સુરત કોર્પોરેશન 405, વડોદરા કોર્પોરેશન 112, રાજકોટ કોર્પોરેશન 109, સુરત 105, ખેડા 31, ભાવનગર કોર્પોરેશન 30, પંચમહાલ 29, સાબરકાંઠા 29, મહેસાણા 28, રાજકોટ 21, વડોદરા 20, દાહોદ 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 13, પાટણ 13, આણંદ 12, જામનગર 12, નર્મદા 12, ભરૂચ 11, કચ્છ 10, મહીસાગર 10, મોરબી 9, અમદાવાદ 8, છોટા ઉદેપુર 8, જુનાગઢ કોર્પોરેશન 8, અમરેલી 7, વલસાડ 6, દેવભૂમિ દ્વારકા 5, તાપી 5, ભાવનગર 4, ગીર સોમનાથ 4, નવસારી 4, સુરેન્દ્રનગર 4, અરવલ્લી, બોટાદ, ડાંગ, જૂનાગઢ પોરબાંદર 1-1 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 4450 દર્દીના મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

Gujarat