તપની સાથે બે બહેનોએ પ્રભુ મહાવીરની ભવ્ય ગુણસમૃદ્ધિના દર્શન કરી જીવનને ધન્ય બનાવ્યું

પર્યુષણ મહાપર્વ ચાલી રહ્યું છે ત્યારે શહેરની આ જૈન બહેનોની કઠોર સાધના

જૈન ધર્મના લોકો પર્યુષણમાં વિવિધ તપ કરીને આત્માની શુદ્ધિ કરે છે. પ્રભુ મહાવીરની ભવ્ય ગુણસમૃદ્ધિના દર્શન કરીને જૈન ધર્મના લોકો જીવનને ધન્ય કરે છે. જૈન ધર્મમાં દરેક તપનું આગવું મહત્વ રહેલું છે ત્યારે પ્રભુ મહાવીરના દર્શનના ગુણથી જીવનને નવી દિશા આપે છે.  

110 દિવસના શ્રેણીતપની કઠોર તપસ્યા

પર્યુષણ પર્વ શરૃ હોય ત્યારે શ્રેણીતપ કરવાનો એક અનેરો મહિમા છે. શ્રેણીતપ 110 દિવસનું હોય છે જેમાં 83 ઉપવાસ અને 27 બિયાસણા અને છ શ્રેણીનું આ તપ હોય છે. શ્રેણીતપ ખાસ કરીને જૈન સાધુ ભગવંતો કરતા હોય છે. સામાન્ય રીતે શ્રેણીતપ બહુ ઓછા લોકો કરતા હોય છે પણ મેં મનથી શ્રેણીતપ કરવાનો સંકલ્પ કર્યો હતો અને તે તપ કર્યું છે જેનાથી મને ઘણો આનંદ છે. શ્રેણીતપ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. આ શ્રેણીતપ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય ઉદયવલ્લભસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રાદાતામાં કર્યું છે. શ્રેણીતપ કરીને હું મારા જીવનને ધન્ય ઘણું છું. 26 વર્ષની વયે શ્રેણીત કરીને ઘણી ખુશ છું. - કૃપાલી શેઠ, શ્રીફળ ફ્લેટ, પંકજ જૈન સંઘ, પાલડી

81 ઉપવાસની સાથે જોબ પણ કરી હતી

આ વર્ષે 92 ઉપવાસ કરવાની સાથે જોબ પણ કરી હતી. મેં અત્યાર સુધીમાં 108 ઉપવાસ, 72 ઉપવાસ, 68 ઉપવાસ અને 51 ઉપવાસ કરવાથી હું ધન્ય બની છું. મારા આ તપથી મારા બત્રીસી સમાજ કોબાનું ગૌરવ વધ્યું  છે. - બિંજન શાહ, 92 ઉપવાસ, લાવણ્ય સોસાયટી


City News

Sports

RECENT NEWS