સરહદોએ ભલે છૂટા પાડયા, પણ ભાઈ અને બહેનના પ્રેમને અતૂટ રાખે છે રાખડીનું બંધન

ભાઇ-બહેનના અતૂટ પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન. ભાઇ-બહેનના પ્રેમના કોઇ સીમાડા હોતા નથી અને તેઓ એકબીજાથી ઘણા દૂર રહેતા હોય પણ લાગણીનો સંબંધ કામયી બની જાયે છે. રક્ષાબંધનના તહેવારના દિવસે દૂર રહેતી બહેન ભાઇને રાખડી બાંધીને ભાઇના લાંબા આયુષ્ય અને સુખ-દુઃખના સાથી બનાવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા શીખા બહેનનો ભાઇ અને નવરંગપુરા રહેતા લક્ષ્મીનારાયણ આસયાનીના બહેન પાકિસ્તાનમાં રહે છે ત્યારે છેલ્લાં ઘણાં વર્ષોથી રક્ષાંધનના દિવસે રાખડી મોકલાવીને રક્ષાબંધનની ઉજવણી કરે છે.

અમદાવાદથી રાખડી વાયા દુબઈ થઈ પાકિસ્તાનના હૈદરાબાદમાં રહેતા ભાઈને આઠ દિવસે પહોંચે છે

મારો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને કોલેજ સુધીનો અભ્યાસ પણ ત્યાં કર્યો હતો. હું 1989માં ભારત આવી હતી અને પછી મારા લગ્ન થયા હતા. હું ભારતમાં અને અમારો બીજો પરિવાર પાકિસ્તાનમાં રહેતો હતો. રક્ષાબંધન એ ભાઇ-બહેનનો તહેવાર છે અને આ દિવસે એક બહેન તરીકે હું મારા ભાઇને રૃબરૃ રાખડી બાધવા જવાની ઘણી ઇચ્છા થાય છે. ભારતમાં રહેવાના ઘણાં વર્ષો સુધી હું મારા ભાઇને રાખડી બાંધવા માટે પાકિસ્તાનમાં ગઇ હતી. ભાઇ-બહેનના પ્રેમને કોઇ સરહદ નડતી નથી તેમ અમે માનીએ છીએ. રક્ષાબંધનનો તહેવાર મારા માટે એક જીવાદોરી સમાન છે. પરિવારથી દૂર રહીએ છીએ પણ જીવથી એક છીએ. ભારતમાં રહેવાના 25 વર્ષમાં પાંચવાર હું મારા ભાઇને પાકિસ્તાનમાં રાખડી બાંધવા માટે ગઇ છું. રાખડી કુરિયર કરું તો ભારત-દુબઇ થઇને આઠ દિવસના સમયે પાકિસ્તાનમાં પહોંચે છે. 2019માં હું મારા ભાઇને રાખડી બાંધવા માટે ગઇ હતી ત્યારપછી કોરોનાને લીધે હું ગઇ નથી. કોરોનાને લીધે હું મારા રાખડી મોકલાવતી નથી પણ મારા સગાસંબંધી પાસેથી મારી મનગમતી રાખડી લાવીને મારા ભાઇને બાંધે છે. રક્ષાબંધનનો તહેવાર મારા માટે દરેક તહેવારથી મોટો તહેવાર છે અને તેને મારું સૌભાગ્ય ઘણું છું.  - શિખા તુલસીયાની

પાકિસ્તાનના હૈદરાબાદમાં રહેતી બહેનની રાખડી મળતાં અમદાવાદમાં રહેતા ભાઈ ભાવુક બની જાય છે

1985માં અમે પાકિસ્તાનથી અમદાવાદમાં આવ્યા હતા અને 1994માં અમે ભારતના નાગરિક બન્યા હતા. રક્ષાબંધનના તહેવારની દરેક બહેન રાહ જોતી હોય છે. મારી બહેન પાકિસ્તાનના હૈદરાબાદમાં રહે છે. દરેક બહેન રક્ષાબંધનના તહેવારની રાહ જોતી હોય છે. જો કોઇ વર્ષે મારી બહેન જાતે આવીને રાખડી બાંધવા આવે છે તેમજ ક્યારેક કોઇ પાસે રાખડી મોકલી આપે છે. આ વર્ષે મારી બહેન આવશે નહીં પણ મારા માટે મોકલી આપેલ રાખડી મને એક સપ્તાહ પહેલાં મળી છે. ભાઇ-બહેનના પ્રેમને કોઇ દેશના સીમાડા નડતા નથી. બહેન પાકિસ્તાનમાં રહે છે પણ રક્ષાબંધનના દિવસે મારા માટે રાખડી મોકલી આપે છે ત્યારે બાળપણની યાદ તાજી થાય છે. બહેન માટે સારી ગિફ્ટ પણ હું મોકલી આપું છે જેને લીધે અમે એકબીજાનો આભાર માનીએ છીએ. રક્ષાબંધનના દિવસે અમે સોશિયલ મિડિયાથી રાખડી બાંધી છે તે બતાવીને રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ. આગામી વર્ષમાં કોરોનાની સ્થિતિ ન હોય તો મારી બહેન આવશે તેમ મને કહ્યું છે અને તે દિવસની રાહ જોઇ રહ્યો છું.  રક્ષાબંધન તહેવાર મારો પ્રિય તહેવાર છે જેમાં પરિવારના સભ્યોને મળીને આનંદ સાથે તેની ઉજવણી કરી શકાય છે.   - લક્ષ્મીનારાયણ આસવાની

City News

Sports

RECENT NEWS