૨૧મી સદીમાં 'ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ' જ સાચી આઝાદી હશે

વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સ્પેરો હાઉસ, પ્લાન્ટર, ડૉગ હાઉસ બનાવ્યા

Updated: Jan 25th, 2023

ગાયના પેટમાંથી નીકળેલા પ્લાસ્ટિકને જોઈ જીવદયા પ્રેમી જલ્પાબહેનને પ્લાસ્ટિકના રીયુઝ, રીસાયકલનો વિચાર જન્મ્યો

નકામા પ્લાસ્ટિકમાંથી બનાવેલી પ્રોડક્ટ જીવદયા સંસ્થા અને સ્કૂલમાં ડોનેટ કરે છે

 

આપણી આસપાસ નજર દોડાવીએ તો લગભગ દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ખૂબ મોટા પ્રમાણમાં વપરાશ થતા જોઈ શકાય છે. આ પ્લાસ્ટિકનો કચરો દિવસેને દિવસે વધતો જાય છે. જે પર્યાવરણને અને દરેક જીવ માટે ખૂબ નુકસાનકારક છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા જલ્પાબહેન શાહ જે પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ એકત્રિત કરીને રીયુઝ, રીડયુસ અને રીસાયકલ કરીને તેમાંથી ડેકોરેટીવ વસ્તુઓ બનાવે છે. આ કામ તેઓ કોમર્શિયલ ધોરણે નથી કરતા પરંતુ તેમને નકામા પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓ સ્કૂલ, જીવદયાની સંસ્થાઓમાં ડોનેટ કરી દે છે.

તેઓ કહે છે કે કોરાના આવ્યા બાદ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ ઘણો વધ્યો છે. જે એક પ્રકારે માઇક્રોપ્લાસ્ટિક છે. તેવી જ રીતે જો પ્લાસ્ટિકથી બનેલી વસ્તુ ખાવામાં આવે તો મોટું નુકસાન થાય છેય

હું જીવદયા ટ્રસ્ટ સાથે જોડાયેલી છું, એક વખતે એક ગાયના પેટમાંથી લગભગ 100 કિલો જેટલું પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું ત્યારે મનેે વિચાર આવ્યો કે આપણે સમય જતા પ્લાસ્ટિકની દુનિયા બનાવી રહ્યા છીએ. આજે 21મી સદીમાં ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ જ સાચી આઝાદી હશએ. મને પ્લાસ્ટિકનો રીયુઝ અને રીસાયકલ કરવાનો વિચાર યુટયુબ પર મુંબઇની એક છોકરીએ બનાવેલ કૂતરાં માટેના ઘરથી આવ્યો હતો. આ જોઇ મને પણ વિચાર આવ્યો કે જો આવી રીતે પ્લાસ્ટિકનો ફરીવાર કોઇ વસ્તુ બનાવીને કરીએ તો તેનો તેનાથી પ્રદૂષણ ઓછું થશે. પ્લાસ્ટિકની એક બોટલને રીસાયકલ કરવા માટે જેટલી એનર્જી વપરાય છે તેમાંથી આપણો ફોન 40 વખત ચાર્જ થઇ શકે છે. અમે પ્લાસ્ટિકની બોટલો અને પ્લાસ્ટિકના પેકેટ, થેલી એકઠુ કરી તેને ચોખ્ખા કરીને તેમાથી સ્પેરો હાઉસ, પ્લાન્ટર, ડોગ હાઉસ, બાળકો રમી શકે તેવી વસ્તું, ઘરમાં ઉપયોગી થઇ રહે તેવી વસ્તુંઓ અને ડેકોરેશન કરાય તેવી વસ્તુઓ બનાવીએ છીએ. સામાન્ય રીતે એક બોટલમાં 3 કિલો જેટલા પ્લાસ્ટિકના રેપર સમાય છે. આ પ્લાસ્ટિક અકઠું કરવા મેં ઘણી એનજીઓ સાથે વાત કરી સાથે એવા લોકો જે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને ભણાવે તેમની મદદ પણ લેવામાં આવે છે.

 

પ્લાસ્ટિકના બદલામાં કાપડની થેલી આપતી હતી

પ્લાસ્ટિક જમા કરવાની શરૂઆત મારા મિત્રો અને મારી આજુબાજુમાં રહેતા લોકોથી કરી બદલામાં હું તેમને કપડાની સુંદર થેલી આપું છું. સાથે આજુબાજુમાં રહેતા લોકેેને સજાવટની વનસ્પતી સાથે પ્લાનટર આપ્યા હતા. અને તેમને બને તેટલો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા કહીએ છીએ. જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો ઓછો કરીએ અને તે ના ઓપશન સાથે કામ લઇએ તો આપોઆપ પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું થશે.

    Sports

    RECENT NEWS