For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આનંદીબહેન દેશના પ્રથમ મહિલા ડૉક્ટર બન્યા હતા

ગુજરાતી સાહિત્ય પરિષદમાં 'વિજ્ઞાાનમાં મહિલાઓનો ફાળો' વક્તવ્ય

Updated: Mar 5th, 2020

રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદમાં 'વિજ્ઞાાનમાં મહિલાઓનો ફાળો' વક્તવ્યનું આયોજન કરાયું હતું, જેમાંંં દિપક જોશી, એન.એન.રોઘેલિયા અને મિતુલ મકવાણાએ મહિલા વૈજ્ઞાાનિકો અને તેમના સંશોધનની માહિતી આપી હતી. ગણિત વિષયમાં બહોળો અનુભવ ધરાવનાર એન.એન.રોઘેલિયાએ કહે છે કે, ગણિત વિષય જીવન જીવવાનો એક ભાગ છે. ગણિત વિષય અઘરો નથી પણ સમજવો જરૃરી છે.

ગાણિતિક વિવિધ પદ્ધતિઓના ઉપયોગથી સરળ રીતે ગણિત વિષયની સમજૂતી આપી હતી. મિતુલ મકવાણાએ મુળભૂત વિજ્ઞાાનના મહત્વ વિશે વાત કરતા કહે છે કે, વ્યકિતના જીવનમાં વિજ્ઞાાનનું એક આગવું મહત્વ છે. આધુનિક સમયમાં દરેક કાર્યમાં કોઇ વિજ્ઞાાનના સિદ્વાંતોનો ફાળો હોય છે. વિજ્ઞાાનમાં જે તે સમયે થયેલી શોધ જે તે સમયમાં જઇને સમજવી ખૂબ જરૃરી છે. નિવૃત્તિ આઇએએસ દિપક જોશીએ તેમના વકતવ્યમાં કહ્યું કે, ૯ વર્ષની વયે આનંદીબેન જોશીના લગ્ન થયા હતા અને ૧૪મા વર્ષે તેમને બાળક જન્મ થયો હતો.

જન્મના થોડા જ સમયમાં તેમનું બાળક મૃત્યુ પામ્યું હતું. સમાજમાં પુરુષ ડૉક્ટરની સાથે મહિલા ડૉક્ટરની સમાજને વધારે જરૃરિયાત છે. આવી પરિસ્થિતિ થતા સમાજના સંમેલનમાં તેમને વિદેશ જઇને ડૉક્ટરનો અભ્યાસ કરવાનો શરૃ કર્યો અને બીજી મહિલાઓને પણ શિક્ષણ લેવાની સલાહ આપી હતી. ૨૧ વર્ષની ઉંમરે તેઓ યુએસએમાં અભ્યાસ કરીને દેશના પ્રથમ ફિઝિશિયન ડૉક્ટરની પદવી મેળવી હતી અને થોડાક સમયમાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા.

Gujarat