5 વર્ષથી 60 જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે હોકીની પ્રેક્ટિસ કરાવે છે

ઇન્ડિયન ટીમમાં અમદાવાદના ખેલાડીઓ જોડાય તેે સંકલ્પ સાથે હોકીને જીવંત રાખવા માટે 50 વર્ષીય સિનિયર નેશનલ હોકી પ્લેયર માઇકલ પોલ

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જ્યંતી નિમિત્તે દેશભરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે સેલિબ્રેશન કરવામાં આવે છે. 1928થી 1956 સુધી ભારત માટે હોકીનો ગોલ્ડન સમય હતો. મેજર ધ્યાનચંદની ખૂબ જ આગવી સૂઝબૂઝથી કરેલી રમતથી ગોલ્ડ મેડલ અપાવીને રમતને એક નવું સ્થાન અપાવ્યું હતું ત્યારે શહેરના સેટેલાઇટ વિસ્તારના કીર્તિસાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને એક જાણીતી હોસ્પિટલમાં મેનેજર તરીકે સેવા આપતા સિનિયર હોકી ખેલાડી માઇકલ પોલ છેલ્લાં પાંચ વર્ષથી સરદારનગર વિસ્તારના 60થી વધુ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે હોકીની રમતની પ્રેક્સિટ કરાવે છે. આ વિશે માઇકલ પોેલે કહ્યું કે, મારા પિતા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોબ કરતા હતા ત્યારે હું સાત વર્ષની ઉંમેર પ્લાસ્ટિકની સ્ટીક સાથે હોકી રમત રમતો હતો તે જોઇને મને હોકી રમવા માટે પ્રેરણા આપી હતી. સેન્ટ ઝેવિયર્સના હોકી કોચ જગદેવસિંઘ સિદ્ધુ હતા અને તેમને મને વિનામૂલ્યે હોકીની રમતનું જ્ઞાાન આપ્યું હતું.

હોકીની રમતને વધુ લોકો સુધી લઇ જઇ શકાય અને નેશનલ રમતને એક નવું સ્ટેજ મળે તે જરૂરી છું. હોકીની રમત સાથે જોડાવવાની ઇચ્છા રાખતા હોય અને જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા વિદ્યાર્થીઓને તૈયાર કરીને નેશનલ લેવલે સારું પરફોર્મન્સ કરે તે મારું લક્ષ્ય છે. હોકીના ખેલાડીઓ માટે 'રેર ઓફ લાઇટ' હોકી ક્લબની શરૂઆત કરી છે. ત્રણ બાળકોથી શરૂ કરેલ પ્રેક્ટિસ સેશનમાં આજે 60થી વધુ જરૂરિયાતમંદ બાળકો આવે છે, જેમાં 25 ગર્લ્સ છે અને બાકીના બોય્ઝ છે. ગત વર્ષોમાં રાજકોટ અને મોડાસામાં યોજાયેલ ખેલમહાકુંભમાં મારી કેટેગરીમાં 8 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 30 વર્ષ સુધી હોકીની રમત રમ્યો છું અને જીવનના પાછલા વર્ષોમાં નવા ખેલાડીઓને તૈયાર કરીને નેશનલ ખેલાડીઓ તૈયાર કરવાનું મારું સ્વપ્ન છે. અત્યાર સુધીમાં 7 નેશનલ ખેલાડી તૈયાર કર્યા છે અને તેઓ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે જેનાથી મારી મહેનત ઘણી સફળ રહી છે તેમ હું માનું  છું.  

અત્યાર સુધીમાં છ ગર્લ્સ ખેલાડી નેશનલ પ્લેયર બની છે

મેદાનની અપૂરતી સગવડની મુશ્કેલીની સામે પણ પાંચ વર્ષમાં સરદારનગર વિસ્તારની જરૂરિયાતમંદ છ ગર્લ્સ નેશનલ પ્લેયર બની છે જે મારા માટે એક આનંદની વાત છે. દિવસની અઢી કલાકની સખત પ્રેક્ટિસ સાથે દર શનિવારે ઇંગ્લિશ વિષયનું જ્ઞાાન આપ્યું છું. હોકીની રમતમાં માનસિક સંતુલન અને ટીમ સપોર્ટ ખૂબ જરૂરી છે. હોકીની પ્રેક્ટિસના પહેલા દિવસે આવેલી ગર્લ્સ ખેલાડીઓ નેશનલ લેવલે રમે છે જેને લીધે તેમને પણ ઘણી ખુશી છે.

ડાયટ અને પ્રેક્ટિસ ખૂબ જરૂરી

હોકીની રમત વિશ્વભરમાં રમાય છે. આપણા દેશની નેશનલ રમત છે ત્યારે બીજી રમતની જેમ આ રમતમાં પણ સારા ખેલાડીઓ તૈયાર કરીને હોકીની રમતમાં નવો પ્રાણ પૂરીને ફરીથી જીવંત બનાવવા માટે મારું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. દરેક દિવસે હોકીની રમતને વધુ બાળકોને જોડાય તે મારું જીવનસૂત્ર રહ્યું છે અને તે માટે હું સતત મહેનત પણ કરું છું. 


City News

Sports

RECENT NEWS