શહેરની આ સોસાયટીઓ બાળકોની સેફ્ટી માટે સિક્યોરિટી ગાર્ડ, ફર્સ્ટ એડ કિટની સુવિધા સાથે સેફ ઉત્તરાયણ મનાવશે

ફાફડા-જલેબી, ઊંધિયું અને મ્યુઝિક સાથે ઉત્તરાયણ સેલિબ્રેશન કરવા શહેરના લોકો તૈયાર છે

Updated: Jan 9th, 2023

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો ઉત્તરાયણની તૈયારીમાં પણ વ્યસ્ત થયા છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી બાળકો ધાબા કે ફ્લેટ પર પતંગ ચગાવવા માટે જાય છે. પતંગ ચગાવતા ક્યારેક કોઇ સામાન્ય ભૂલથી જીવનું જોખમ આવી પડતું હોય છે ત્યારે શહેરની આ સોસાયટીઓ દ્વારા બાળકોની સેફ્ટી માટે ખાસ સિક્યોરિટી ગાર્ડ, પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એડ કિટ સાથે સેફ ઉત્તરાયણની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે.

 

બાળકોની પૂરતી સેફ્ટી સાથે ઉત્તરાયણ સેલિબ્રેટ કરીશું

સોસાયટીના બાળકોમાં ઉત્તરાયણને લઇને ઘણો ઉત્સાહ છે. ધાબા પર વધારે લોકો હોવાથી બાળકોને પતંગ ચગાવવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે. બાળકો પૂરતી સેફ્ટી સાથે પતંગ ચગાવી શકે તે માટે અમે આ વર્ષે સિક્યોરિટી રાખીશું સોસાયટીમાં 12 બ્લોક છે અને તેને લઇને દરેક બ્લોકમાં ત્રણ સિક્યોરિટી ગાર્ડ રહેશે અને તે પતંગ ચગાવતા બાળકોનું ખાસ ધ્યાન રાખશે. સોસાયટીમાં ચાઇનીઝ દોરી સહિતની બીજી વસ્તુઓનો પણ પ્રતિબંધ લગાવ્યો છે સાથે બાળકોને દોરી વાગે તો તેની સારવાર માટે મેડિકલની ફર્સ્ટ એડ કિટ રાખવાના છીએ.

- નિતેશ સોની, કમિટી મેમ્બર, મેપલ ટ્રી, બોપલ

 

ઉત્તરાયણે સોસાયટીમાં સોશિયલ મિડિયાથી કેમ્પેઇન કર્યું છે

દરેક લોકો શાંતિથી ઉત્તરાયણના તહેવારની   ઉજવણી કરે તે માટે અમે સોસાયટીના સોશિયલ મિડિયા ગ્રૂપમાં સેફ ઉત્તરાયણનું કેમ્પેઇન ચલાવ્યું છે. સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ છે ત્યારે અમે ઉત્તરાયણના બે દિવસ સુધી બ્લોકમાં એક સિક્યોરિટી ગાર્ડ મૂકીશું જે બાળકોનું ખાસ ધ્યાન રાખશે. સવારે અને સાંજે એમ થોડા કલાક પતંગ ન ચગાવે તે માટે અમે ખાસ ફોક્સ કર્યું છે. પતંગ ચગાવતા હોય ત્યારે સોસાયટીમાં કોઇ અબોલા જીવને નુકસાન થાય તો હેલ્પલાઇન નંબર પર જાણ કરી શકે તેવી વ્યવસ્થા તૈયાર કરી છે. વધારે ભીડ થાય નહીં તે માટે સોસાયટીની બહાર લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં.        -ડૉ.વિજય પટેલ, ચેરમેન, આવલી સોસાયટી, મોટેરા

 

ઉત્તરાયણના બે દિવસ દરેક બ્લોકના કમિટી મેમ્બર પોતાની સેવા આપશે

સોસાયટીમાં બાળકો ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરે તે માટે અમે ખાસ દરેક સભ્યોને જાણ કરી છે. ઉત્તરાયણમાં બાળકો એક પતંગ લેવા જવામાં ક્યારેક પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે આવી ઘટના થાય નહીં અને તહેવારની ઉજવણી થાય તે માટે દરેક બ્લોકના કમિટી મેમ્બર પોતાના બ્લોકમાં બાળકોનું ધ્યાન રાખવા માટેની ચાર કલાક જેટલી ખાસ સેવા આપશે. સોસાયટીના લોકો ઉત્તરાયમાં સાથે ભોજન પણ કરે છે અને તેને લીધે એકબીજા સાથે આત્મીયતા જળવાઇ રહે છે. સોસાયટીમાં પૂરતી સેફ્ટી સાથેની ઉત્તરાયણ થાય તે માટેની અમારી પહેલી પ્રાયોરિટી છે.  -ઇશ્વાકુ પટેલ, ચેરમેન, વંદે માતરમ આઇકોન, ગોતા

 

સોસાયટીના યુવાનો બાળકોનું ધ્યાન રાખીને ઉત્તરાયણ ઉજવશે

મર્યાદિત પરિવાર રહે તેવી અમારી સોસાયટી છે. સોસાયટીમાં ઘણાં વર્ષોથી ઉત્તરાયણ નિમિત્તે અમે લાડુ બનાવીને કૂતરાને ખવડાવીએ છીએ. સોસાયટીના બધા લોકો ઉત્તરાયણ કરે તે માટે અમે સોસાયટીના દરેક બાળકો કોઇ પતંગ લેવા માટે જાય નહીં અને એક સ્થળે રહીને પતંગ ચગાવે તે માટેની ચર્ચા દરેક પરિવાર સાથે કરી છે. ઉત્તરાયણના દિવસ માટે કોમન પ્લોટમાં કાર પાર્કિંગ કરવાને બદલે બીજી જગ્યાએ મૂકવાની વ્યવસ્થા કરી છે. સોસાયટીમાં ડૉક્ટર રાખીશું અને તેને લીધે અબોલા જીવની સેવા કરીશું. સોસાયટીના યુવાનો બાળકોનું ધ્યાન રાખશે અને બધા સાથે ભોજન કરીને ઉત્તરાયણની ઉજવણી કરીશું. -રવિન્દ્ર પટેલ, સેક્રેટરી, ફોરમ એપાર્ટમેન્ટ, ચાંદલોડિયા

    Sports

    RECENT NEWS