For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગણિતપ્રેમી શિક્ષકોનો અનોખો શિક્ષણયજ્ઞ

શ્રીનિવાસ રામાનુજન જયંતિની સ્મૃતિમાં દર વર્ષે ૨૨ ડિસેમ્બરેે નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે ઉજવવામાં આવે છે

Updated: Dec 21st, 2022

શ્રીનિવાસ રામાનુજન જયંતિની સ્મૃતિમાં દર વર્ષે 22 ડિસેમ્બરેે નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેમણે નાની ઉમરમાં જ શિક્ષણનો આભાવ હોવા છતા તેમણે લોમની ત્રિકોણમિતિનો ઉકેલ કર્યો હતો. જે ગણિત ખૂબજ ભાર પૂર્વક લાગે તેવા વિષયને તેમણે ખૂબ સરળ રીતે ઉકેલ લાવ્યા છે.ત્યારે શહેરના ગણિત પ્રેમી શિક્ષકો હિતેષ પંડયા અને ધર્મેશ ભટ્ટ દ્વારા વિવિધ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને ગણિત વિષયને ભારરૂપ નહીં પણ સરળ રીતે શીખી શકાય તે માટે સતત પ્રયત્નશીલ બન્યા છે. હાલમાં આ બન્ને શિક્ષકો 50થી વધારે બાળકોને ગણિત વિષયનું જ્ઞાાન આપીને તેમને વિષયમાં પારંગત કરવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.

 

બાળકોને ગણિતમાં મજા પડે તે રીતે શીખવવું જોઈએ

ગણિત વિષય એક પ્રેક્ટિકલ વિષય છે. શિક્ષકો બાળકોને આ વિષય પ્રેક્ટિકલની સાથે મજા પડે તે રીતે સરળ રીતે શીખવે તો બાળકો આ વિષય પ્રત્યે વધારે આકર્ષાય છે અને સારી રીતે શીખી શકે છે. બાળકને ગણિત વિષયનું પાયાનું જ્ઞાાન ગીત તેમજ પઝલ સાથે શીખવાવથી વધારે સરળ રીતે શીખી શકે છે. ગણિત વિષય મજાનો વિષય બને તે માટે હું ઘડિયાને અલગ-અલગ ટ્રીક સાથે શીખવું શકું છું જેથી બાળકો ઓછા સમયમાં ગણિતમાં મજબૂત પકડ મેળવી શકે છે. જ્ઞાાન સાથે ગમ્મતની એક્ટિવિટી સાથે બાળકોને ગણિત વિષયમાં વધુ રૂચિ કેળવાય તે માટેનો પ્રયાસ કરું છું.- હિતેષ પંડયા

 

સરળતાથી શીખવવાથી વિષય સરળ બને છે

ગણિત વિષયને જો વિવિધ એક્ટિવિટી સાથે અને સરળતાથી શીખવવામાં આવે તો સૌથી સરળ વિષયની જેમ તેમાં સારા માર્ક્સ મેળવી શકે છે.  બાળકોને ગણિત વિષય હાર્ડ લાગે તો શિક્ષકોએ બેઝિક રીતે શીખવાડે તો સરળતાથી શીખી શકે છે. હું મારા વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને ગણિત વિષય શીખવી રહ્યો છું. હાલના શિક્ષકો મોટેભાગે માત્ર પુસ્તકમાં રહેલ ગણિત જ શીખવે છે જ્યારે પહેલાના સમયમાં શિક્ષકો પુસ્તક અને કોઠા ગણિત શિખવતા હતા તેથી તેઓ ગણતરી ઝડપથી અને સરળતાથી કરે શકે છે. - ધર્મેશ ભટ્ટ

Gujarat