એક વર્ષથી બંધ ટેબલ ફેનમાં પ્રચંડ ધડાકો, વાડીના મકાનમાં આગ પ્રસરી !

- કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બન્યો વિચિત્ર બનાવ

- ટેબલ ફેનને વીજ પ્રવાહથી છેલ્લા એક વર્ષથી કનેક્ટ કર્યોે ન હોવા છતાં ધડાકો કેમ થયો એ બાબતે બધા માથું ખંજવાળે છે ! સારૂ થયું કે કોઈ જાનહાનિ ન થઈ 

ડોળાસા

સામાન્ય રીતે વીજ ઉપકરણ વીજળીના પ્લગમાં એટેચ હોય ત્યારે ચાલે છે. અહી એવી ઘટના બની છે કે એક વર્ષથી બિનવપરાશી હાલતમાં બંધ પડેલો ટેબલ ફેનમાં વહેલી સવારે અચાનક પ્રચંડ ધડાકો થતાં વાડીના મકાનમાં આગ ફાટી નીકળી હતી. બધાને એક જ  સવાલ મનમાં મૂઝવે છે કે આ પંખો ફાટયો કેવી રીતે ? 

ડોળાસા અને ગિર પંથકમાં કેટલાય ખેડૂતો વાડીએ વસવાટ કરે છે. એમાં ડોળાસાના કેશરભાઈ નરસિંહભાઈ મોરી અડવી રોડ પર હાઈવે ટચ વાડી ધરાવે છે. તેઓએ વાડીએ જ રહેણાક મકાન બનાવ્યું છે. હાલ ખેતીની સિઝન હોવાથી વાડી માલિક અને અન્ય બધા વહેલી સવારથી જ ખેતીના કામે જોતરાઈ ગયા હતા. એક નાના બાળકની સાથે અન્ય મહિલાઓ ઘર કામ કરતી હતી. એવા સમયે સવારે નવ કલાકે એક વિચિત્ર બનાવ બન્યો હતો જેમાં છેલ્લા એક વર્ષથી બિનવપરાશી હાલતર્મં સીડીના પગથિયે પડેલા બંધ ટેબલ ફેનમાં વીજ પ્લગ ભરાવેલો ન હોવા છતાં આ પંખો પ્રચંડ અવાજ સાથે ફાટયો હતો. અને એની સાથેજ મોટી આગ લાગી હતી. આ પંખાના ફાટવાનો ધડાકો વાડીમાં દુર કામ કરતા બધાએ સાંભળ્યો હતો. આગ લાગતા જ મહિલાઓ બૂમાબૂમ કરવા લાગી હતી. જેથી વાડી માલિક વાડી પડામાંથી વાડીએ જ ઘર તરફ દોડયા હતા. અને પાણીનો મારો બોલાવીને આગને કાબૂમાં લીધી હતી. સામાન્ય રીતે સીડીના પગથિયે બાળકો રમતા હોય છે પણ આ બનાવ બન્યો ત્યારે સદનસીબે કોઈ બાળક રમતા ન હતા જેથી બધાનો બચાવ થયો હતો. 

વાડી માલિકના ભત્રીજાને અકસ્માત થતાં તેને તેના ઘરેથી આરામ કરવા માટે એક વર્ષ પહેલા આ વાડીએ લાવ્યા હતા. એ વખતે જ નવો પંખો લીધો હતો. એ પછી એને સારૂ થઈ ગયું હોવાથી પંખો બિનવપરાશી હાલતમાં પડયો હતો. જયાં બનાવ બન્યો છે એ સ્થળે વીજળીનો પ્લગ  કે સ્વીચ પણ નથી. આમ છતાં આ ધડાકો કેમ થયો એ બધોને કુતુહલ લાગે છે. ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગ ક્ષેત્રે આ મુદ્દદો સંશોધનનો બન્યો છે. કોઈ આ બાબતે પ્રકાશ પાડશે ?

City News

Sports

RECENT NEWS