ઉમેદવારો જે ક્ષેત્રમાં ચૂંટણી લડી રહ્યા છે ત્યાં મતદાન નહીં કરી શકે

- પોતાનો મત પોતાને જ આપી ન શકે તેવી સ્થિતિ અન્ય ક્ષેત્રની મતદાર યાદીમાં નામ હોવાથી કોડિનાર, તાલાલા, સોમનાથ બેઠકનાં ઉમેદવારોને મતદાનનો લાભ નહીં મળે

પ્રભાસપાટણ, : વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બની રહ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં ઉમેદવારોની વિશિષ્ટ લાક્ષણિકતા જોવા મળે છે. ક્યાંક સંપતિવાન તો ક્યાંક ઘનિષ્ઠ લોકસંપર્ક ધરાવતા ઉમેદવાર જીતવા માટેના પ્રકારાત્મક પ્રયત્નો કરી રહ્યા છે. આ માહોલમાં આશ્ચર્યજનક બાબત એ છે કે સોમનાથ, તાલાલા અને કોડિનાર વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અન્ય મત વિસ્તારમાંથી આવતા હોવાથી પોતાની બેઠક ઉપર પોતાના નામે મત આપી નહં શકે. તેમણે અન્યત્ર જ્યાં મતદારયાદીમાં તેમનું નામ છે ત્યાં જઈને મત આપવો પડશે.

જાણવા મળતી વિગતો અનુસાર સોમનાથ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વિમલભાઈ ચુડાસમા છે, તેમનું નામ અને પક્ષનું ચિન્હ ઈવીએમ મશીન ઉપર અંકિત પણ થશે. પરંતુ તે સોમનાથ વિધાનસભામાં મતદાન નહીં કરી શકે કારણ કે મતદારયાદીમાં તેમનું નામ ચોરવાડ ખાતે છે. હા ત્યાં મતદાન કરી શકશે પણ ત્યાંના ઈવીએમમાં તેમનું નામ નહીં હોય, ત્યાંના પક્ષ કે ઉમેદવારનું નામ હશે.

તેવી જ રીતે તાલાલા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પક્ષ ઉમેદવાર ભગવાનજીભાઈ બારડ પણ પોતાનો મત પોતાને તો નહીં જ આપી શકે કારણ કે તેમનું નામ અને મતદાન મથક સોમનાથ વિધાનસભાની બાદલપરા મતદાર યાદીમાં હોય જ્યાં તેઓ મતદાન કરશે.

આવી જ રીતે કોડીનાર બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ડો.પ્રદ્યુમ્ન વાજાનું નામ પક્ષનુચિન્હ કડિનાર ઈવીએમ ઉપર અંકિત થયો હશે. પરંતુ તેઓ પણ પોતાનો મત પોતાને નહીં આપી શકે. કારણ કે તેમનું નામ અમદાવાદ - બોપલ મતદાર યાદીમાં હશે. જો કે ત્યાં તેઓ મતદાન કરી શકશે પણ તેઓએ અન્ય નામ પસંદ કરવું પડશે. આમ ભાજપ, કોંગ્રેસ, આપના આ ત્રણેય ઉમેદવારોનું મતક્ષેત્ર અલગ - અલગ હોવાથી પોતાનો મત પોતાને જ આપવાનો લ્હાવો લઈ નહીં શકે.

City News

Sports

RECENT NEWS