વિરમગામનાં વોર્ડ-2 નાં પ્રશ્નો નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારના બેનર


- રાજકીય પક્ષના કાર્યકરોએ પ્રચાર અર્થે આવવું નહીં, તેવી ચિમકી અપાઈ

વિરમગામ : વિરમગામ શહેરના જુના ગોળપીઠા વોર્ડ-૨ વિસ્તારમાં માળખાગત પાયાની સુવિધાના અભાવ જોવા મળ્યો હતો. છેલ્લા ૧૦ વર્ષથી ઉભરાતી ભૂગર્ભ ગટર પીવાનું દુષિત પાણી સફાઇ રોડ રસ્તા બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી ફરિયાદનો નિકાલ ન આવતા આ વિસ્તારના રહીશો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લગાડવામાં આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

વિરમગામ નગરપાલિકા વિસ્તારના જુના ગોળપીઠા વિસ્તારમાં અંદાજીત ૨૫૦ રહેણાકના મકાનો આવેલા છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટર, પીવાનું દૂષિત પાણી, સફાઇનો અભાવ, પેવરબ્લોક રોડ રસ્તા બાબતે નગરપાલિકા સત્તાધિશો અવાર નવાર લેખિત-મૌખિક અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં આ વિસ્તારમાં સત્તાધીશો દ્વારા ઓરમાયુ વર્તન અને વિકાસથી વંચિત રાખવા બદલ રહીશો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર તેમજ કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરોએ ચૂંટણી પ્રચારમાં આવવું નહીં તેવી ચમકી આપતા વહીવટી તંત્ર રાજકીય તજજ્ઞાોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

City News

Sports

RECENT NEWS