ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની દાદાગીરી: ટોલબૂથના કર્મચારી સાથે મારામારી


- આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ 

ગીર સોમનાથ, તા. 16 નવેમ્બર 2022, બુધવાર 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ નેતાઓની દાદાગીરી પણ સામે આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલ વાળાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વેરાવળ નજીક આવેલા જારી ટોલ નાકા પર વિવાદ થતા ટોલનાકાના ક્રમચારી સાથે મારા મારી કરી હતી. ત્યારબાદ ટોલબૂથના કર્મચારીઓ દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

આ ઘટના ગઈ કાલે રાત્રે બની હતી. ગઈકાલે રાત્રે મોટી રાત્રે જગમલ વાળાનો કાફલો ડારી ટોલ નાકા પરથી પસાર થયો હતો. ત્યારે ગાડી નીકાળવા મામલે વિવાદ થયો હતો. જગમલ વાળાની ગાડીની આગળ રહેલી ગાડીનું બેરિકેટ અડી જવાથી આ મામલો ગરમાયો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલ વાળાએ ગાડીમાંથી ઉતરી ટોલકર્મી સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 


City News

Sports

RECENT NEWS