For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈણાજમાં 102વર્ષના રાણીબેન દર ચૂંટણીમાં કરે છે મતદાન

- ગરમાગરમ ભજિયા અને મેગીના ચાહક એવા

- જૂનાગઢ જિલ્લાની પાંચે'ય બેઠકમાં 395 મતદારો સો વર્ષથી વધુ વયનાં

Updated: Nov 15th, 2022

Article Content Image- એમનું ઘર સેવાસદનની નજીક જ પણ હજુ સુધી બેલેટ પેપરથી મત આપવા ફોર્મ ભરવા કોઈ આવ્યા નથી !

પ્રભાસપાટણ,તા.૧૫


ગીર સોમનાથ સેવા સદનની પાછળ જ રહેતા ઈણાજના ૧૦૨ વર્ષની વયના ભજિયાપ્રેમી રાણીબેન તમામ ચૂટણીમાં મતદાન અવશ્ય કરે જ છે. આ સાલ સિનિયર સિટિઝનોને ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરવાની સવલત અપાઈ છે આમ છતાં હજુ સુધી એમના ઘરે ચૂટણી તંત્ર પહોંચ્યું જ નથી ! 

ભજિયા અને મેગીના ચાહક એવા ઈણાજના રાણીબેન ઉકાભાઈ ઝાલાએ તમામ ચૂટણીમાં મતદાન કરેલું જ છે. એમણે બેલેટ પેપર પર સાથિયાના નિશાન વાળા સ્ટેમ્પથી કે ચોકડીવાળા સ્ટેમ્પથી મતદાન કરેલા છે. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજી વાળા ઈવીએમ મશીનમાં પણ મતદાન કરેલું જ છે. બે વર્ષ પહેલા સ્થાનિક પંચાયતની ચૂટણીમાં મતદાન કરવા ગયા જ હતા. હવે એની ઉમર જૈફ બની ગઈ છે. મતદાન કેન્દ્ર સુધી જવા અસમર્થ છે. 

આ વૃદ્ધા બચેલા થોડાઘણાં દાંતને ટૂથપેસ્ટથી ઉજળા કરે છે. સવારે રોજ નાસ્તો કરે છે. કયારે ય મોટી બીમારી એણે જોઈ નથી. સંયુકત કુટુંબમાં રહેતા આ માજી એમના પ્રપૌત્રો અને પ્રપોત્રી અને દોહિત્રીની દીકરીને આજે પણ નિહાળે છે. તેઓ પાંચ પેઢીને જોઈ રહ્યા છે.

શતાયુ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે

જૂનાગઢ જિલ્લાની પાંચે'ય બેઠકમાં ૩૯૫ મતદારો સો વર્ષથી વધુ વયનાં

સૌથી વધુ માંગરોળ વિધાનસભામાં ૧૦૩  સૌથી ઓછા માણાવદરમાં ૫૫ શતાયુ મતદારો

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પર ૧૦૦ વર્ષથી વધુ વયના કુલ ૩૯૫ મતદારો છે. જેમાં સૌથી વધુ માંગરોળમાં ૧૦૩ અને સૌથી ઓછા માણાવદરમાં ૫૫ શતાયુ મતદારો છે.

જૂનાગઢ વિધાનસભાની પાંચ બેઠકોમાં કુલ ૧૨, ૭૨,૩૦૭ મતદારો નોંધાયા છે. આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર સો થી વધુ વયના ૩૯૫ મતદારો નોંધાયા છે.

પાંચ વિધાનસભા બેઠકોના સોથી વધુ ઉંમર વટાવી ચૂકેલા વડીલ મતદારોમાં સૌથી વધુ માંગરોળ વિધાનસભામાં ૧૦૩, વિસાવદરમાં ૮૧, કેશોદમાં ૮૧, જૂનાગઢમાં ૭૫ અને માણાવદરમાં ૫૫ મતદારો મળી કુલ ૩૯૫ શતાયુ મતદારો છે.

ગત વિધાનસભાની ચૂંટણી કરતા આ વર્ષે વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈ પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે ત્યારે સદી વટાવી ચૂકેલા મતદારોની મતદાનના અંકમાં પણ સદી ફટકારી વધુ મતદાનનો હેતુ સિદ્ધ કરવા મહત્વની કડી બની રહેશે.

Gujarat