For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ રૂપેરી પડદે રોમાન્સ કરતા જોવા મળશે ?

- કરણ જોહરની રોમ-કોમ ફિલ્મમાં આ જોડી ફરી સાથે કામ કરે તેવી ચર્ચા

Updated: Aug 14th, 2020


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 ઓગસ્ટ 2020, ગુરુવાર

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ઓનસ્ક્રીન જોડીને ફિલ્મ ગલી બોયમાં દર્શકોએ પસંદ કરી હતી. હવે આ જોડી ફરી રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે. 

કરણ જોહરના બેનર ધર્મા પ્રોડકશનની આ ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. પરંતુ શૂટિંગને લઇને હજી સુધી કાંઇ જાણવા મળ્યું નથી. હાલના રિપોર્ટને સાચો માનીએ તો કરણ જોહરની ફિલ્મ તખ્ત માટે નહીં પરંતુ અન્ય એક રોમ-કોમ ફિલ્મમાં રણવીર સંહ અને આલિયા ભટ્ટને ફરીથી કાસ્ટ કરવામાં આવશે. 

સોશિયલ મીડિયાના એક પોર્ટલ સાથે જોડાયેલા  એક સૂત્રે જણાવ્યું હતું કે, કરણ ઘણા સમયથી એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો હતો. હવે આ સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ જોહરનું છે. તેણે આલિયા ભટ્ટ સાથે પણ આ ફિલ્મ બાબત ચર્ચા કરી છે. હવે કરણ જલદી જ આ ફિલ્મની ઘોષણા કરે તેવી વકી છે. આલિયા અને રણવીરે પોતાની તારીખો જે તખ્ત માટે આપી હતી તે જ તારીખોનો ઉપયોગ આ ફિલ્મ માટે કરવામાં આવશે. 

જોકે આ ફિલ્મનું શૂટિંગ ક્યારે અને ક્યાં કરવામાં આવશે એ વિશે હજી જાણવા મળ્યું નથી.

Gujarat