ઋતિક સાથે શૂટિંગ બાદ રડી રાધિકા આપ્ટે, શૂટિંગનો અનુભવ કર્યો શેર


- રાધિકા આપ્ટે આ અગાઉ સૈફ અલી ખાન સાથે નેટફ્લિક્સની સુપરહિટ વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' અને ફિલ્મ 'બાઝાર'માં કામ કરી ચૂકી છે

નવી દિલ્હી, તા. 12 જૂન 2022, રવિવાર

રાધિકા આપ્ટેએ અત્યાર સુધીમાં OTT પર એટલા પ્રોજેક્ટ કર્યા છે કે તેમના ફેન્સ હવે તેને ક્વીન અને ઓટીટીનું ટેગ આપવા લાગ્યા છે. અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો રાધિકા ટૂંક સમયમાં ફિલ્મ વિક્રમ વેધામાં ઋતિક રોશન અને સૈફ અલી ખાન સાથે કામ કરતી નજર આવશે. તાજેતરમાં જ સૈફ અલી ખાન અને ઋતિક રોશનની એક સાથે શૂંટિંગની તસવીરો સામે આવી છે પરંતુ રાધિકા આપ્ટેનો આ ફિલ્મનો લુક હજુ સામે નથી આવ્યો. 

સૈફ અલી ખાન સાથે આ ત્રીજો પ્રોજેક્ટ

રાધિકા આપ્ટેએ તાજેતરમાં હૃતિક રોશન અને સૈફ અલી ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. રાધિકા આપ્ટે આ અગાઉ સૈફ અલી ખાન સાથે નેટફ્લિક્સની સુપરહિટ વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' અને ફિલ્મ 'બાઝાર'માં કામ કરી ચૂકી છે. 'વિક્રમ વેધા' સૈફ અલી ખાન સાથે તેનો ત્રીજો પ્રોજેક્ટ હશે જેના માટે રાધિકા ખૂબ જ એક્સાઈટેડ છે.


શૂટિંગ પૂરું કર્યા પછી રાધિકા આપ્ટે રડી પડી

રાધિકા આપ્ટેએ જણાવ્યું હતું કે, વિક્રમ વેધાનું મારું શૂટિંગ પૂરુ થઈ ચૂક્યું છે. સૈફ અલી ખાન સાથે મારો આ ત્રીજો પ્રોજેક્ટ છે. તેમની સાથે કામ કરવું મને ખૂબ જ પસંદ છે. મને તેઓ ખૂબ જ ફની લાગે છે. હું ફક્ત સેટ પર હસતી જ રહું છું. આ સિવાય દિગ્દર્શક પુષ્કર-ગાયત્રી ખૂબ જ દયાળુ છે. હું મારું શૂટિંગ પૂરુ થયા બાદ રડી પડી હતી. વિક્રમ વેધાના શૂટિંગ દરમિયાન મે ખૂબ જ સારો સમય વિતાવ્યો છે. 

ઋતિક રોશન સાથે કેવો રહ્યો અનુભવ

રાધિકા આપ્ટેએ ત્યારબાદ ઋતિક રોશન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે, 'મેં તેમની સાથે ઘણી બધી બાબતો વિશે વાત કરી. તે ખૂબ જ પ્રેમાળ છે. મેં તેમની સાથે પણ  ઘણો સારે સમય વિતાવ્યો છે. તમને જણાવી દઈએ કે, વિક્રમ વેધા એ બ્લોકબસ્ટર તમિલ ફિલ્મની હિન્દી રિમેક છે જે આ જ નામથી બનાવવામાં આવી હતી.

City News

Sports

RECENT NEWS