Get The App

'તારક મહેતા...' ની 'બાવરી' લગ્નના 7 વર્ષ બાદ લેશે છૂટાછેડા, આ રીતે કરશે પુત્રીનો ઉછેર

Updated: Aug 26th, 2024

GS TEAM


Google News
Google News
'તારક મહેતા...' ની 'બાવરી' લગ્નના 7 વર્ષ બાદ લેશે છૂટાછેડા, આ રીતે કરશે પુત્રીનો ઉછેર 1 - image


TMKOC Actress Announces Separation From Husband: ફેમસ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'બાવરી'નું પાત્ર ભજવનારી અભિનેત્રી નવીના બોલે તેના પતિ જીત કરનાની સાથે છૂટાછેડા લઈ રહી છે. અભિનેત્રી છેલ્લા ઘણા મહિનાઓથી તેના પતિથી અલગ રહે છે. નવીનાએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં છૂટાછેડાનું કારણ પણ જણાવ્યું છે.

ઇન્ટરવ્યુમાં માહિતી આપી

મીડિયા એજન્સીને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, 'જીત અને હું ત્રણ મહિનાથી અલગ થઈ ગયા છીએ અને અમે ટૂંક સમયમાં છૂટાછેડા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરીશું. અમે અમારી પાંચ વર્ષની દીકરી કિમીરાની સહ-પેરેન્ટિંગ કરી રહ્યા છીએ.'

નવીનાએ આગળ કહ્યું કે, 'જીત તેની સાથે અઠવાડિયામાં બે દિવસ વિતાવે છે. અમારું અલગ થવું સૌહાર્દપૂર્ણ હતું અને અમે માનીએ છીએ કે સાથે દુઃખી રહેવા કરતાં અલગ થઇ સુખી જીવન જીવવું વધુ સારું છે. અમારું લગ્નજીવન શરૂઆતમાં સારું હતું, પરંતુ ધીમે-ધીમે તે બદલાઈ ગયું. લગ્નમાં એકબીજા સાથે વાતચીત અને ગુણવત્તાયુક્ત સમય પસાર કરવો મહત્વપૂર્ણ છે.'

લગ્નના 7 વર્ષ બાદ અલગ થયા

નવીનાએ થોડો સમય ડેટિંગ કર્યા બાદ 2017માં જીત કરનાની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ પછી, 2019માં દંપતીના ઘરે કિમીરા નામની પુત્રી જન્મી હતી. જો કે, હવે  લગ્નના 7 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. કાયદાકીય રીતે છૂટાછેડા પછી, બંને તેમની પુત્રીને સાથે મળીને ઉછેરશે.

પ્રખ્યાત ટીવી શોમાં મહત્વના પાત્રો ભજવ્યા

નોંધનીય છે કે, નવીના બોલે હાલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બાવરી'નો પાત્રમાં જોવા મળી રહી છે. તેણે અભિનેત્રી મોનિકા ભદૌરિયાની જગ્યા લીધી, જે વર્ષોથી 'બાવરી'નું પાત્ર ભજવી રહી હતી. આ સિવાય નવીના સીઆઈડી, અદાલત, ઈશ્કબાઝ અને મિલે જબ હમ તુમ જેવા પ્રખ્યાત ટીવી શોનો ભાગ રહી ચૂકી છે.


Tags :