For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રૂપિયા 2100 કરોડના બજેટ ધરાવતી 14 ફિલ્મોના રિલીઝ શેડયુલમાં ગરબડ થવાની શક્યતા

Updated: Jan 8th, 2022

Article Content Image

- કોરોનાના કારણે જો ફિલ્મોની રિલીઝ થવાથી ફરી રિલીઝ કેલેન્ડરમાં ફરી ગૂંચવણ થશે

મુંબઇ : ૨૦૨૨ની શરૂઆતમાં કોરોનાની ત્રીજી લહેર આવતાં જ બોલીવૂડ અને સાઉથ સિનેમા બન્નેની રિલીઝ કેલેન્ડરમાં ગૂંચવણો ઊભી થઇ છે. એપ્રિલ સુધી રૂપિયા ૨૧૦૦ કરોડનું બજેટ ધરાવતી ૧૪ ફિલ્મોના રિલીઝમાં ગરબડ ઊભી થઇ છે. પરિણામે આવનારા મહિનાઓમાં અન્ય ફિલ્મોનું પણ શેડયુલ ખોરવાઇ તેવી શક્યતા છે. 

જાન્યુઆરી મહિનામાં ફિલ્મ આરઆરઆર, રાધે-શ્યામ અને પૃથ્વીરાજની રિલીઝ ટળી ગઇ છે.  ફક્ત આ જ ત્રણ ફિલ્મો પર રૂપિયા ૧૧૦૦ કરોડનો દાંવ લાગવાનો હતો. 

આ ઉપરાંત ફિલ્મ જર્સી, ગંગુબાઇ કાઠિયાવાડી, જયેશભાઇ જોરદાર, બચ્ચન પાંડે તેમજ અન્યો ફિલ્મોનો સમાવેશ છે. પરિસ્થિતિ સામાન્ય થાય પછી જ ફિલ્મોને રિલીઝ કરવાનું જોખમ નિર્માતા લેશે તેવું લાગે છે. હાલ નિર્માતાઓ સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી નવી તારીખ માટે વિચાર કરે તેવી શક્યતા જ નથી. તેમ સૂત્રે જણાવ્યું હતું.

Gujarat