સની દેઓલ અને દલકર અભિનિત 'ચૂપઃ રિવેન્જ ઓફ ધી આર્ટિસ્ટ'નું ટીઝર રજૂ

Updated: Jul 10th, 2022


- આર બલ્કીની ચુપઃ રિવેન્જ ઓફ ધી આર્ટિસ્ટની ટીઝર રજૂ થયું છે. આર બલ્કીની આ ફિલ્મ મહાન સર્જક ગુરુ દત્તને સલામી રૂપ છે. 

ગુરુ દત્તના ૯મી જુલાઈના જન્મદિને આ ફિલ્મનું ટીઝર શેર કરવામાં આવ્યું હતું. ટીઝરમાં દલકર સલમાન, સની દેઉલ અને શ્રેયા ધન્વંતરીની ઝલક દેખાડવામાં આવી હતી.

આ ફિલ્મ આર બલ્કી દ્વારા લિખિત અને દિગ્દર્શિત સાયકોલોજીકલ થ્રિલર છે. ફિલ્મ સર્જકે તેને ગુરુ દત્તને સલામી તરીકે ઓળખાવી છે જેમનું ૩૯ વર્ષની વયે ૧૦મી ઓકટોબર, ૧૯૬૪માં અવસાન થયું હતું.

બલ્કીએ ગયા વર્ષે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચુપ લાગણીશીલ કલાકારને સલામી રૂપ છે અને ગુરુદત્ત એ યાદીમાં ટોચના સ્થાને આવે છે. મારી પાસે લાંબા સમયથી આ વાર્તા પડી હતી અને હવે આખરે અમે તેને લખી છે અને તેના પર ફિલ્મ બની છે તેનાથી મને ખુશી છે. ટીઝરમાં જણાવ્યા મુજબ ફિલ્મમાં પૂજા ભટ્ટ પણ છે.

    Sports

    RECENT NEWS