For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દક્ષિણના સુપરસ્ટાર્સ મહેશબાબુની હૃતિક રોશન-દીપિકા પદુકોણની ફિલ્મમાં એન્ટ્રી

- આ ફિલ્મ રામાયણ પર આધારિત હોવાની વાત

Updated: Feb 11th, 2021

Article Content Image

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

ફિલ્મ નિર્માતા મધુ મંટેના રામાયણ પર ફિલ્મ બનાવી રહ્યા છે. જે થ્રી-ડીમાં બનવાની છે. જેમાં વિશેષ ઇફેક્ટસનો ઉપયોગ પણ કરવામાં આવશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પર હાલ કામ ચાલુ છે. જેમાં  દીપિકા પદુકોણ, હૃતિક રોશનની પસંદગી થઇ ગઇ છે. હવે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને આ ફિલ્મમાં કામ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. 

ફિલ્મ સાથે જોડાયેલા લોકોના અનુસાર, હવે આ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુની એન્ટ્રી થવાની શક્યતા છે. તેનો આ ફિલ્મમાં  શ્રીરામના પાત્ર માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે હજી સુધી તેમણે આ ફિલ્મ અને રોલ માટે  કોઇ ઉત્તર આપ્યો નથી.  દીપિકા પદુકોણ આ ફિલ્મમાં સીતાની ભૂમિકામાં જોવા મળવાની છે. જ્યારે હૃતિક રોશન લંકેશ રાવણના પાત્રમાં જોવા મળશે. 

ઉલ્લેખનીય છે કે, ડાયરેકટર ઓમ રાઉત પણ રામાયણ પર ફિલ્મ  બનાવાના છે. જેમાં પ્રભાસ રામનો રોલ કરવાનો છેઅને રાવણના પાત્રમાં સૈફ અલી ખાન તેમજ સીતાના રોલમાં ક્રિતી સેનોન કામ કરવાની છે.

Gujarat