For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સલમાન ખાન અને કેટરિના ટાઇગર 3નું શૂટિંગ ફેબ્રુઆરીથી શરૂ કરશે

- આ પહેલા અભિનેતા દિશા પટાણી સાથેની એક ફિલ્મનું શૂટિંગ પુરુ કરશે

Updated: Aug 14th, 2020

Article Content Image

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 13 ઓગસ્ટ 2020, ગુરુવાર

કોરોના મહામારીના કારણે ફિલ્મોના શૂટિંગ અટકી ગયા છે.બોલીવૂડ કલાકારો સ્વાસ્થ્યની સુરક્ષા ખાતર કોઇ  જોખમ ઉઠાવવા માંગતા નથી. પરંતુ હવે જાણવા મળ્યું છે કે સલમાન ખાન અને કેટરિના કૈફની આગામી ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થાય તેવી શક્યતા છે. 

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, સલમાન ખાને કેટરિના કૈફ સાથેની ટાઇગર ૩ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે. આ ફિલ્મ આવતા વરસની ફેબુ્રઆરીના રિલીઝ થાય તેવી શક્યતા છે. આ પહેલા સલમાન પોતાની અન્ય એક આવનારી ફિલ્મ રાધે ઃ ધ મોસ્ટ વોન્ટેડ ભાઇનું બાકી રહેલું શૂટિંગ દિશાપટાણી સાથે પુરુ કરશે અને આ પછી તે કેટરિના સાથે ટાઇગર ૩નું શૂટિંગ શરૂ કરશે.રિપોર્ટની માનીએ તો આ ફિલ્મનું શેડયુલ આઠ મહિનાનું હશે અને વિવિધ દેશોમાં તેને શૂટ કરવામાં આવશે. 

એક સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતું કે, સલમાન અને આદિત્ય ચોપરાની ગયા અઠવાડિયે એક લાંબી મીટિંગ થઇ હતી. બન્ને જણા આ ફિલ્મને શક્ય હોય તેટલી જલદી ફ્લોર પર લઇ જવા માંગે છે. આઠ મહિનાના ફિલ્મ શેડયુલનીઆ ફિલ્મનું શૂટિંગ વિવિધ દેશોમાં થવાનું છે. સલમાને લોકડાઉનમાં આ ફિલ્મના પાત્રને ન્યાય આપવા માટે સિક્સ પેક એબ્સ અને હેવી વાઇસેપ્સ થી બોડીને પરફેક્ડ શેપ આપ્યો છે. 

Gujarat