અરબાઝની નવી ફિલ્મ 'પટણા શુક્લ'માં રવીના ટંડન લીડ રોલમાં


- ઓટીટી બાદ હવે મોટા પડદે પણ રવીના સક્રિય

- પ્રોડયૂસર તરીકે અરબાઝની આ છઠ્ઠી ફિલ્મ હશે, આવતાં વર્ષે રિલીઝ થવાની ધારણા

મુંબઇ : છેલ્લા કેટલીક સમયતી ઓટીટી સિરીઝમાં સક્રિય રવીના ટંડન ફરી એક વખત મોટા પડદે સક્રિય થઈ રહી છે. તે અરબાઝ ખાનની આગામી ફિલ્મ 'પટણા શુક્લ'માં મુખ્ય ભૂમિકા ભજવશે. 

'દબંગ' સહિતની ફિલ્મો પ્રોડયૂસ કરી ચુકેલા અરબાઝની આ છઠ્ઠી ફિલ્મ હશે. તેમાં રવીનાને બાદ કરતાં કોઈ મોટા કલાકાર નથી. તેના પરથી આ ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ આવતાં વર્ષે રિલીઝ થશે. 

અરબાઝે ફિલ્મ વિશે એટલી જ માહિતી આપી હતી કે આ એક સોશિયલ ડ્રામા હશે. તેની વાર્તાની ડિમાન્ડ જોતાં રવીના જેવી અનુભવી અભિનેત્રીની તેમાં જરુર હતી. 

રવીના 'આરણ્યક' સહિતની વેબ સિરીઝ દ્વારા ફરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે. તેના પગલે ૯૦ના દાયકાની બીજી કેટલીક હિરોઈનો પણ ઓટીટી તરફ વળી છે. હવે રવીનાએ ફરી મોટા પડદે કિસ્મત અજમાવવાનું નક્કી કર્યું છે.  

City News

Sports

RECENT NEWS