For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રણબીર કપૂરે અંગદાન કરવાનો મહત્વનો નિર્ણય લીધો

- નેશનલ ઓર્ગન ડેના દિવસે તેનો આ ફેંસલો

Updated: Nov 29th, 2020

Article Content Image

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.28 નવેમ્બર 2020, શનિવાર

રણબીર કપૂર હાલ એક સારા નિર્ણયને લઇને  સમાચારમાં છે. પોતાના પિતાના ્નિધન પછી તેણે  ૨૭ નવેમ્બરના  નેશનલ ઓર્ગન ડોનેશન ડેના દિવસે પોતાના અંગદાન કરવાનો સંકલ્પ કર્યો છે. રોકસ્ટાર અભઇનેતાએ એક ફાઉન્ડેશનની ઇવેન્ટ દરમિયાન આ વાતની ઘોષણા કરી હતી. 

રણબીર કપૂરે આ સંકલ્પ વિશે જણાવ્યું હતું કે, હું મારા અંગદાનનો સંકલ્પ લઉં છું. મને આશા છે કે મારા દ્વારા આમ કરવાથી એક વ્યક્તિ અથવા તેનાથી વધુ વ્યક્તિના જીવન પર ફરક પડશે. જો આવા નિર્ણયો અનેક  લોકો લેશે તો દરેકના જીવન પર ફરક પડશે. આ બદલાવ એક દિવસ ચોક્કસ આવશે. તેથી મહેરબાની કરીને પોતાના અંગ દાન કરવાનો જરૂર વિચાર કરશો. 

આ દરમિયાન રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટે પણ કહ્યું હતું કે, આવા સંકલ્પ દરેકે લેવા જોઇએમને  લાગે છે કે સ્વાસ્થયની જાગરૂકતા ફેલાવવી જરૂરી છે. મૃત્યુ પછી અંગદાન કરવા માટે લોકોને ઉત્સાહિત કરવા જરૂરી છે. 

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરના સ્વ. પિતા રિશી કપૂરે માર્ચ ૨૦૧૪ના રોજ પોતાના અંગદાનનો  સંકલ્પ કર્યો હતો. આ વરસની શરૂઆતમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. 

રણબીર ઉપરાંતઐશ્વર્યા રાય બચ્ચન,અર્ર્જુુન માથુર, પ્રિયંકા ચોપરા, આમિર ખાન, અને આર માધવન સહિત અન્યોએ પણ અંગદાનનો સંકલ્પ કર્યો છે. 

Gujarat