પુષ્પાનો વિલન ફહાદ ફસીલ રોમેન્ટિક ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
પુષ્પાનો વિલન ફહાદ ફસીલ રોમેન્ટિક ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરશે 1 - image


- ઇમ્તિયાઝની મ્યુઝિકલ ફિલ્મમાં  રોલ મળ્યો

- આગામી ત્રણ મહિનામાં શૂટિંગ શરુ થશે, 2025માં ફિલ્મ રીલિઝ કરાશે

મુંબઇ : ફિલ્મ 'પુષ્પા'માં છેલ્લે છેલ્લે વિલન તરીકે દેખાયેલો અને બીજી અનેક ફિલ્મો તથા ઓટીટી પ્રોજેક્ટ દ્વારા હિંદીના દર્શકોમાં પણ ભારે લોકપ્રિયતા ધરાવતો ફહાદ ફસીલ હવે હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ઈમ્તિયાઝ અલીની એક રોમાન્ટિક મ્યુઝિકલમાં તે કામ કરી રહ્યો છે. 

 ફહાદ અને ઇમ્તિયાઝ આ પ્રોજેક્ટ માટે લાંબા સમયથી વાતચીત કરી રહ્યા  હતા અને હવે તેઓ સાથે કામ કરવા રાજી થયા છે. ફહાદ ઇમ્તિયાઝ અલી જેવા દિગ્દર્શક સાથે બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરવા  મળી તેના લીધે ઉત્સાહમાં છે. 

આ ફિલ્મ માટે હજી સુધી અભિનેત્રી વિશે નિર્ણય લેવાયો નથી. ફિલ્મનું શૂટિંગ આવતા વરસના પહેલા ત્રણ મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે અને ફિલ્મને ૨૦૨૫ના અંતમાં રિલીઝ કરવામાં આવશે. 


Google NewsGoogle News