પુષ્પાની હિરોઈન રશ્મિકા મંદાના હવે ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે

Updated: Jul 9th, 2022


- સાઉથની હિરોઈનોનું બોલીવૂડમાં આક્રમણ વધી રહ્યું છેે

- નેશનલ ક્રશનું બિરુદ મેળવનારી રશ્મિકાની સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ ફિલ્મ આવી રહી છે

મુંબઈ : સાઉથની ટોચની સ્ટાર રશ્મિકા મંદાના હવે હિંદી ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે જોડી જમાવતી જોવા મળશે. ટાઈગરની નવી એક્શન ફિલ્મમાં તેને મુખ્ય હિરોઈન તરીકેની ભૂમિકા મળી છે. 

કરણ જોહરની ધર્મા પ્રોડ્કશનના નેજા હેઠળ બનનારી આ ફિલ્મનું દિગ્દર્શન શશાકં ખૈતાન કરવાના છે. આ સંપૂર્ણપણે એક્શન આધારિત ફિલ્મ હશે પરંતુ તેમાં ટાઈગરનાં ડાન્સ સ્કિલ્સનો લાભ ઉઠાવી રો સોન્ગ સાથેનો રોમાન્ટિક ટ્રેક પણ ઉમેરવામાં આવશે એમ જાણવા મળે છે. મોટાભાગે આ ફિલ્મનુું શૂટિંગ આવતા સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે. 

રશ્મિકા પુષ્પા ફિલ્મથી નેશનલ ક્રશનો દરજ્જો મેળવી ચુકી છે. સાઉથ સિવાયના દેશભરના સિને ચાહકો પણ તેની વધારે ફિલ્મો જોવા માટે આતુર છે. જોકે, તે ધીમે ધીમે બોલીવૂડમાં એક પછી એક પ્રોજેક્ટ સાઈન કરી રહી છે. 

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેની મિશન મજનૂ ઓલરેડી પાઈપલાઈનમાં છે. આ ઉપરાંત તેની ગૂડબાય ફિલ્મ પણ આવી રહી છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવાની છે. 

સાઉથની વધુ ને વધુ હિરોઈનો બોલીવૂડમાં આવી રહી છે. પુષ્પામાં જ આઈટમ સોંગ કરનારી સામંથા રુથ પ્રભુ પર હાલ બોલીવૂડમાં ઓફર્સનો વરસાદ થઈ રહ્યો છે. 

    Sports

    RECENT NEWS