દેશી ગર્લે 'અનબટન' શર્ટમાં શેર કરી તસવીરો, નિકનું રિએક્શન છે જોવા જેવું


- અર્જુન કપૂર સહીત 2 લાખથી વધુ લોકોએ પ્રિયંકા ચોપરાની આ તસવીરોને લાઈક કરી છે

નવી દિલ્હી, તા. 12 જૂન 2022, રવિવાર

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સ માટે પોતાની નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ જ પ્રમાણે તેમણે પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો ફેન્સ માટે શેર કરી છે. તસવીરોમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. તેમણે વ્હાઈટ કલરનું શર્ટ પહેર્યું છે અને હેર ઓપન રાખ્યા છે.

પ્રિયંકા ચોપરાએ તેની અપકમિંગ વેબ સિરીઝ  Citadel માટે આ કિલર લુક લીધો છે. પેરિસમાં પોતાની બ્રાન્ડ ટ્રિપ બાદ પ્રિયંકા ચોપરા ફરીથી શૂટિંગના સેટ પર પરત ફરી છે અને તેણે આ તસવીરો ફેન્સ માટે શૂટિંગના સેટ પરથી જ શેર કરી છે. પ્રિયંકા ચોપરાએ પોતાની આ તસવીરો શેર કરતા કેપ્શનમાં કિસનું ઈમોજી બનાવ્યું છે અને લખ્યું હતું- સ્નેક.

મિનિટોની અંદર 2 લાખથી વધુ લાઈકો મળી

તસવીરોમાં પ્રિયંકા ચોપરાએ પોતાના શર્ટના બટન્સ ખુલ્લા રાખ્યા છે અને તે ખૂબ જ બોલ્ડ લુક આપતી નજર આવી રહી છે. અર્જુન કપૂર સહીત 2 લાખથી વધુ લોકોએ પ્રિયંકા ચોપરાની આ તસવીરોને લાઈક કરી છે. વાત કરીએ ફેન્સના રિએક્શનની તો કોમેન્ટ સેક્શનમાં લોકોએ રમૂજી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું- ક્વીન અમારા પર થોડી દયા કરો.


પતિ નિક જોનસે આપ્યું આવું રિએક્શન

પ્રિયંકાની આ તસવીરો પર પતિ નિક જોનસે પણ કોમેન્ટ કરી છે. આશ્ચર્યજનક ઈમોજી બનાવીને તેણે લખ્યું – વાઉ. નિકની આ કોમેન્ટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું- તમે ખૂબ નસીબદાર છો. તો બીજા એક વ્યક્તિએ લખ્યું - હા નિક અમે તમારી લાગણીને સમજી શકીએ છીએ. 

City News

Sports

RECENT NEWS