For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મમાં પ્રકાશ રાજની એન્ટ્રી થશે

- દક્ષિણનો આ અભિનેતા વિલનના પાત્ર માટે જાણીતો છે

Updated: Feb 13th, 2021


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ ઘણી ફિલ્મો માટે ચર્ચામાં છે, જેમાંની એક છે, મિશન મજનૂ. ફિલ્મ નિર્માતા શાંતનુ બાગચી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. જ્યારે સિદ્ધાર્થ એક રો એજન્ટની ભૂમિકામાં જોવા મળવાનો છે. 

આ ફિલ્મને લઇન ેહવે એક નવી માહિતી એ છે કે, આ ફિલ્મમાં સાઉથના એક વિલનની એન્ટ્રી થઇ ગઇ છે. જોકે તેણે બોલીવૂડની પણ અગણિત ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી છે. પ્રકાશ રાજ આજે ફિલ્મના દર્શકો માટે જાણીતું નામ છે અને તે હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મમાં વિલન તરીકે જોવા મળવાનો છે. જોકે પ્રકાશ રાજની આ ફિલ્મમા ંએન્ટ્રી વિશે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. 

સિદ્ધાર્થ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ મિશન મજનૂનું ફર્સ્ટ લુક  હાલમાં જ રિલીઝ થયું હતું.સિદ્ધાર્થ બોલીવૂડમાં ધીરે ધીરે પોતાનું સ્થાન જમાવી રહ્યો છે.

Gujarat