For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઑસ્કરમાં ભારતે મોકલેલી ફિલ્મ 'જલ્લિકટ્ટુ' ફેંકાઈ, 'બિટ્ટુ' લાઈવ એક્શનમાં શોર્ટ લિસ્ટેડ

- ૯૩મા ઑસ્કર માટે ૯ કેટેગરીના નોમિનેશન જાહેર કર્યા

- ઃ ૧૭ મિનિટની નાની ફિલ્મ 'બિટ્ટુ' ૧૮ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં દર્શાવાઈ છે

Updated: Feb 10th, 2021

Article Content Image

લૉસ એન્જેલસ, તા.૧૦

ભારતે ઑસ્કર એવોર્ડની ફોરેન કેટેગરીમાં મોકલેલી ફિલ્મ જલ્લિકટ્ટુને અંતિમ ૧૫ ફિલ્મોમાં સ્થાન મળ્યું નથી. એટલે જલ્લિકટ્ટુ ઑસ્કર એવોર્ડની રેસમાંથી બહાર ફેંકાી ગઈ છે. મલયાલમ ભાષાની આ ફિલ્મ એક ભેંસની વ્યથા રજૂ કરે છે અને દેશ-વિદેશમાં પ્રસંશા પામી છે. ઑસ્કર એવોર્ડ માટે નવ કેટેગરીના અંતિમ લિસ્ટ (નોમિનેશન) આજે જાહેર થયા હતા. બેસ્ટ ફિલ્મ, ડિરેક્ટર જેવી મુખ્ય કેટેગરીના નોમિનેશન હજુ બાકી છે. એ હવે પછી જાહેર થશે.

જલ્લિકટ્ટુને તો ભારત સરકારે સત્તાવાર રીતે સમગ્ર દેશના પ્રતિનિધિ રૃપે મોકલાવી હતી. એ સિવાયની કેટેગરીઓમાં પણ ભારતીય ફિલ્મ સર્જકોએ ભાગ લીધો હતો. બિટ્ટુ નામની ફિલ્મ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સ્થાન પામી છે. આ કેટેગરીમાં કુલ દસ ફિલ્મો છે, જેમાં એક બિટ્ટુ પણ છે. હવે અંતિમ મતદાન થશે તેમાં આ ફિલ્મને એવોર્ડ મળે કે નહીં એ અલગ વાત છે, પરંતુ અંતિમ લિસ્ટમાં તો તેને સ્થાન મળ્યું છે.

બિટ્ટુ એ બે સ્કૂલ ફ્રેન્ડ્સ બાળકીઓની વાત કરે છે. કરિશ્મા દુબેએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ માંડ ૧૭ મિનિટની છે, પણ વિશ્વના વિવિધ ૧૮ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દર્શાવાઈ ચૂકી છે. આ ફિલ્મને સ્ટુડન્ટ એકેડમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. બે બહેનપણીઓની સત્યઘટના પરથી આ ફિલ્મ બની છે.

તમિલ ભાષાની ફિલ્મ સૂરારાઈ પોત્રુ પણ આ વખતે ઑસ્કરમાં મોકલાઈ છે. હવે જાહેર થનારી કેટેગરીઓ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્ટર અને સ્કોર (સંગીત) માટે આ ફિલ્મ રેસમાં છે. કોઈ નિર્માતાને એમ લાગે કે તેમની ફિલ્મ ઑસ્કરમાં મોકલવા જેવી છે, તો તેના માટે પેઈડ સ્ક્રીનિંગની સુવિધા છે. તેમાં ફિલ્મ સર્જકોએ ૧૨,૫૦૦ ડૉલરની ફી ભરીને પોતાની ફિલ્મ દર્શાવાની હોય  છે. આ ફિલ્મ જોયા પછી ઑસ્કર સમિતિને રસ પડે તો એ અંતિમ નોમિનેશનમાં તેને સ્થાન આપે છે.

પૈસા ભરીને સ્ક્રીંનિંગ થાય એનો અર્થ એ નથી કે એ ફિલ્મ મહત્ત્વની બની જાય છે. અન્ય ફિલ્મો સમિતિ પોતાની પાસે આવેલી એન્ટ્રીઓમાંથી પસંદ કરતી હોય છે. એ વખતના સ્ક્રીનિંગમાં સ્થાન ન મળ્યું હોય છતાં ઑસ્કરમાં જવાની પોતાની લાયકાત છે એવુ જે ફિલ્મ નિર્દેશક-નિર્મતાને લાગતું હોય એ એ પેઈડ સ્ક્રીનિંગ સુવિધાનો લાભ લઈ શકે છે.

સાઉથના સ્ટાર મોહનબાબુને ચમકાવતી આ ફિલ્મ એર ડેક્કનના સ્થાપક કેપ્ટન જી.આર. ગોપીનાથની જીવનકથાની કાલ્પનીક રજૂઆત છે. ફિલ્મમાં પરેશ રાવલ અને અર્પણા બાલામુરારી સહિતના કલાકારો છે. આ ફિલ્મ આગળ વધે છે કે નહીં એ હવે પછી ૧૫મી માર્ચે થનારા મુખ્ય કેટેગરીના નોમિનેશન વખતે ખબર પડશે.

Gujarat