કેરલના અભિનેતા શ્રીજીત રવિની શાળાની બાળકીઓ સાથે અભદ્વ વ્યવહાર કરવા બદલ થઇ ધરપકડ

Updated: Jul 7th, 2022

નવી મુંબઇ, તા. 7 જુલાઇ 2022, ગુરુવાર  

મલયાલમ એક્ટર શ્રીજીત રવિની બે સગીર યુવતી સામે ન્યુડિટી દર્શાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ એક્ટર દિગ્ગજ એક્ટર ટીજી રવિનો પુત્ર છે અને તેમને કલમ 11 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 4 જુલાઈના રોજ થ્રિસુરમાં બની હતી. 

આ કલમ હેઠળ સેક્શન 11 પોક્સો (Protection of Children from Sexual Offences) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે.


પોલીસના જણાવ્યા અનુસાર, શ્રીજીત તેની કારમાં બેઠો હતો ત્યારે બંને સગીર યુવતીઓ આવી કથિત રીતે અભિનેતાએ તેની કારમાંથી બહાર નીકળીને ન્યુડિટીનું પ્રદર્શન કરવા લાગ્યો હતો. 

એક વેબ સાઈટ અનુસાર, પોલીસે વાહનના આધારે આ ઘટનાની તપાસ કરી.એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘટના અને તપાસ દરમિયાન શ્રીજીત પર કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે કે યુવતીઓની સામે તેમનું વર્તન સારું નહોતુ. આ પહેલાં પણ અભિનેતા આવા કેસમાં ફસાયા હતા.

    Sports

    RECENT NEWS