કિંગ ખાન 92 કરોડ સાથે હાઈએસ્ટ ટેક્સ પેયર્સ, ત્રીજા પર સલમાન ખાન, તો બીજો કોણ? નામ જાણી ચોંકશો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
કિંગ ખાન 92 કરોડ સાથે હાઈએસ્ટ ટેક્સ પેયર્સ, ત્રીજા પર સલમાન ખાન, તો બીજો કોણ? નામ જાણી ચોંકશો 1 - image


Image: Facebook

Highest Tax Payer: બોલિવૂડ કિંગ શાહરુખ ખાનની ના માત્ર લોકપ્રિયતા આસમાને પહોંચી છે પરંતુ તેનું ટેક્સ પેયર્સની લિસ્ટમાં પણ નામ સૌથી ટોપ પર છે. ભારતીય સેલિબ્રિટીની લિસ્ટમાં શાહરુખ ખાન હાઈએસ્ટ ટેક્સ પેયર છે. 2024માં તેણે 92 કરોડનો ટેક્સ ભર્યો છે.

શાહરુખની ગયા વર્ષે ત્રણ બેક-ટુ-બેક હિટ ફિલ્મ આવી. પઠાન, જવાન અને ડંકી. તેના કારણે તેને ગ્લોબલી બોક્સ ઓફિસ પર 2 હજાર કરોડ સુધીની કમાણી થઈ. આ વિસ્ફોટક બોક્સ ઓફિસ ક્લેક્શન, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને બિઝનેસ વેન્ચરે તેને ઈન્ડિયાનો હાઈએસ્ટ ટેક્સ પેયર બનાવી દીધો. શાહરુખ ખાને ટેક્સના મામલે સાઉથ એક્ટર વિજય થલાપતિ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા છે.

થલપતિ વિજયે 80 કરોડનો ટેક્સ પે કર્યો છે. તે તમિલ સિનેમાનો મોસ્ટ પોપ્યુલર અને બિગેસ્ટ હિટ આપનાર એક્ટર છે. ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી તેની ખૂબ કમાણી થાય છે. ત્રીજા નંબરે બોલિવૂડના દબંગ સલમાન ખાન આવે છે. ભલે તેનું બોક્સ ઓફિસ પ્રદર્શન સારું ન રહ્યું પરંતુ એક્ટરે 75 કરોડ ટેક્સ પે કર્યો છે.

1000 કરોડ સુધીની કમાણી કરનારી કલ્કિ 2898AD નો ભાગ રહેલા અમિતાભ બચ્ચન 71 કરોડ ટેક્સ પે કરીને ચોથા નંબરે રહ્યો. તે બાદ ક્રિકેટર વિરાટ કોહલી (66 કરોડ), અજય દેવગણ (42 કરોડ), એમ એસ ધોની (38 કરોડ) જેવા સેલેબ્સ રહ્યા.


Google NewsGoogle News