For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કરીના કપૂરને ત્યાં ફેબ્રુઆરીના મધ્યમાં પ્રસૂતિની શક્યતા

- પિતા રણધીર કપૂરે પુત્રીની ડિલીવરી ડેટની જાણકારી આપી

Updated: Feb 11th, 2021


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 ફેબ્રુઆરી 2021, બુધવાર

રાજીવ કપૂરના નિધનથી હાલ કપૂર ખાનદાનમાં શોક વ્યાપી ગયો છે. તો સાથેસાથે રણધીર-બબીતાની પુત્રી કરીના કપૂર બીજા સંતાનને જન્મ આપવાની છે તેનો ઉત્સાહ પણ છે. કરીનાના પિતાએ કરીના ક્યારે બાળકને જન્મ આપશે તે તારીખ વિશે જણાવ્યું છે. 

રણધીર કપૂરે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, કરીનાની ડયૂ ડેટ ૧૫ ફેબ્રુઆરી છે. કરીના કપૂર અને સૈફ અલી ખાનનું આ બીજું સંતાન હશે. ચાર વરસ પહેલા તેમને ત્યાં તૈમૂરનો જન્મ થયો હતો. 

કરીના પોતાની ગર્ભાવસ્થા દરમિયાન એકટિવ તેમજ સામાન્ય રહેવા માટે જાણીતી છે. પોતાની બીજી પ્રેગનન્સી વખતે પણ તેણે સોશિયલ મીડિયા પર ગર્ભાવસ્થાની વાતો પોસ્ટ અને વીડિયો શેર કરતી હોય છે. 

સૈફ અને કરીનાએ પેરન્ટસ બનવાની જાણકારીઓગસ્ટમાં એક જોઇન્ટ સ્ટેટમેન્ટમાં આપી હતી. તેમણે કહ્યું હતુ ંકે અમને જણાવતાં ખુશી થાય છે કે, અમારા પરિવારમાં વધુ એક સદસ્યનો વધારો થવાનો છે.

Gujarat