કુછ કુછ હોતા હૈની રીમેક માટે કરણની ડ્રીમ કાસ્ટ આલિયા, રણવીર અને જાહ્નવી

Updated: Jul 9th, 2022


- કરણે રીમેક માટે કાસ્ટની પોતાની પસંદગી જાહેર કરી 

- આલિયા કાજોલ અને જાહ્નવી રાણી મુખરજીનો રોલ ભજવે તેવી કરણની ઈચ્છા 

મુંબઈ : કુછ કુછ હોતા હૈ બોલીવૂડની સૌથી લોકપ્રિય રોમાન્ટિક ફિલ્મોમાંની એક મનાય છે. આ ફિલ્મની રીમેક બનશે કે કેમ તેની અટકળો પણ વર્ષોથી ચાલે છે. આ વચ્ચે ફિલ્મના સર્જક કરણ જોહરે જાહેર કર્યું છે કે જો આજની તારીખે પોતે આ રીમેક બનાવે તો તેમાં આલિયા, કાજોલ અને જાહ્નવી કપૂરને કાસ્ટ કરવા ઈચ્છશે. 

એક ઈન્ટરવ્યૂમાં કરણને આ ફિલ્મની રીમેક ક્યારેય બને તો કોણ કાસ્ટ થઈ શકે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. તે સંદર્ભમાં કરણ જોહરે કહ્યું હતું કે હું ઈચ્છુ ંછું કે શાહરુખ ખાનનો રોલ રણવીર સિંહ  ભજવે, કાજોલની ભૂમિકા આલિયા ભટ્ટ ભજવે અને જાહ્વવી કપૂર રાણી મુખરજીની ભૂમિકા ભજવે. 

જોકે, કરણે પોતે આજકાલમાં કુછ કુછ હોતા હૈ ની રીમેક બનાવવા ઈચ્છે છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. વર્ષો પછી કરણ ફરી એક ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું દિગ્દર્શન કરી રહ્યો છે. આ ફિલ્મ આવતાં વર્ષે રિલીઝ થવાની છે. 

કુછ કુછ હોતા હૈ ૧૯૯૮માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી શાહરુખ, કાજોલ અને રાણી મુખરજીની કારકિર્દી એક નવી ટોચ પર પહોંચી હતી. કોલેજોમાં ફ્રેન્ડશીપ ડે જેવા કેટલાક નવા ટ્રેન્ડ પણ આ ફિલ્મે શરુ કર્યા હતા. તેનું સંગીત આજની તારીખે પણ સુપરહિટ ગણાય છે. 

એ પછી પણ બનેલી કેટલી ફિલ્મોની રીમેક આજદિન સુધી બની ગઈ છે. જોકે, કુછ કુછ હોતા હૈ કરણ જોહરની ફિલ્મ હોવાથી અન્ય કોઈ સર્જકે તેને સ્પર્શવાની હિંમત કરી નથી. ક્યારેક કરણ ખુદ જ આ ફિલ્મની રીમેક બનાવી શકે છે. 

કરણે રણવીર સિંહનું નામ લીધું તે બાબતે પણ ખાસ્સી ચર્ચા છે કારણ કે તાજેતરમાં જ રણવીર સિંહે એવું કહ્યું હતું કે પોતે સ્ટાર વેલ્યૂ નહીં ધરાવતો હોવાથી બોમ્બે વેલ્વેટમાં તેના સ્થાને રણબીરની પસંદગી કરી હતી. તે પછી નેટીઝન્સ દ્વારા એવી ટિપ્પણીઓ પણ થઈ હતી કે સ્ટાર વેલ્યૂ નહીં પરંતુ સ્ટાર કિડ હોવાને કારણે રણબીરની પસંદગી કરણે કરી હોવાનું વધારે બનવા જોગ છે. 

કરણે કુછ કુછ હોતા હૈની રીમેકની ડ્રીમ સ્ટાર કાસ્ટમાં પણ બે સ્ટાર કીડઝ આલિયા અને જાહ્વવીને જ સ્થાન આપ્યું છે. 

    Sports

    RECENT NEWS