For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશનો સર્જરી બાદ બગડ્યો ચહેરો, ડોક્ટર પર લગાવ્યા ગંભીર આરોપ

Updated: Jun 21st, 2022

Article Content Image

મુંબઈ, તા. 21 જૂન 2022 મંગળવાર

કન્નડ અભિનેત્રી સ્વાતિ સતીશની સાથે જે થયુ તે ભયાવહ છે. જે રીતે રુટ કેનાલ સર્જરી બાદ તેમનો ચહેરો સૂજી ગયો છે, અભિનેત્રીની તસવીર જોઈ દરેક પરેશાન છે. 

સ્વાતિએ જણાવી આપવીતી

સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા સ્વાતિએ કહ્યુ- તે 28 મે એ રુટ કેનાલ ટ્રીટમેન્ટ માટે ગઈ હતી. મારી રુટ કેનાલ યોગ્યરીતે થઈ નથી. મારા ચહેરા પર આવેલા સોજાના કારણે આ અધૂરી રહી ગઈ છે. સૌથી પહેલા ડોક્ટરે મને સોડિયમ હાઈપોક્લોરાઈટનુ ઈન્જેક્શન આપ્યુ. જ્યારે મે મોટેથી બૂમ પાડી. જે સમયે તે ઈન્જેન્કશન આપ્યુ તે સમયે હુ રડવા લાગી. જે બાદ મને એનેસ્થેસિયાનુ ઈન્જેક્શન આપવામાં આવ્યુ.

ટ્રીટમેન્ટમાં શુ ભૂલ થઈ

બીજા ડોક્ટરના જણાવ્યા અનુસાર સૌથી પહેલા એનેસ્થેસિયાનુ ઈન્જેક્શન લગાવવુ જોઈએ પછી સોડિયમ હાઈપોક્લોરાઈટ. હા ડોક્ટરની ભૂલ હતી. આનો એક બચાવ પણ હતો જે સમયે મે બૂમ પાડી ત્યારે ડોક્ટરે સેલિનનુ ઈન્જેક્શન આપી દીધુ હોત તો આટલો સોજો આવત નહીં પરંતુ તેમણે આવુ ન કર્યુ. હુ ઘરે ગઈ અને સૂઈ ગઈ. જ્યારે હુ સવારે ઉઠી તો મારો ચહેરો સમગ્ર રીતે બદલાઈ ગયો હતો.

શુ લીગલ એક્શન લેશે સ્વાતિ?

પોસ્ટ સર્જરીની તકલીફને જણાવતા સ્વાતિએ કહ્યુ, હવે હુ પૂર્ણ રીતે રિકવર થઈ રહી છુ પરંતુ મારા હોઠ યોગ્ય શેપમાં આવી રહ્યા નથી. હુ સારી રીતે હસી શકતી નથી. 23 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ પણ મારા હોઠમાં સેન્સ નથી. ડોક્ટર અનુસાર આને સાજા થવામાં હજુ 2 અઠવાડિયા કે 1 મહિનો લાગી જશે. શુ સ્વાતિ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન અને ડોક્ટર સામે કેસ કરશે? અભિનેત્રીએ કહ્યુ, હુ આ સમગ્ર મામલે પોતાની ફેમિલી સાથે ચર્ચા કરીશ, કેમ કે જો હુ કોર્ટ જઈશ તો આ કેસ 2 વર્ષ સુધી ચાલશે. હુ તેમને લીગલ નોટિસ મોકલવાનુ પ્લાનિંગ કરી રહી છુ.

સ્વાતિના કરિયર પર પડી અસર

એક્ટ્રેસ તરીકે સ્વાતિના એક્ટિંગ કરિયર પર આની શુ અસર પડશે. સ્વાતિએ જણાવ્યુ કે ચહેરો ખરાબ થવાના કારણે તેમણે પોતાની નોકરી ગુમાવી દીધી. કેટલાક ઓડર્સ, મોડલિંગ એસાઈનમેન્ટ, સિરીયલ્સ અને ફિલ્મો ગુમાવી દીધી છે. પોતાની સાથે થયેલી આ ઘટનાથી લોકોને શીખ આપતા સ્વાતિએ કહ્યુ કે હંમેશા સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ અને ક્લિનિકની વિજિટ ના કરો. 

ડોક્ટરનો સ્વાતિ પર આરોપ

સ્વાતિની સર્જરી કરનાર ડોક્ટરે પોતાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યુ એક્ટ્રેસના આરોપ પુરાવા વિનાના છે. એક્ટ્રેસ વારંવાર નિવેદન બદલી રહી છે. જે પણ થયુ તે રુટ કેનાલ ટ્રીટમેન્ટના કોમ્પ્લિકેશન્સના કારણે થયુ છે. આ કોઈ મેડીકલ બેદરકારી નથી.

Gujarat