Get The App

'કંગના રનૌત એક મજબૂત અને શાનદાર અભિનેત્રી': આર. માધવન

Updated: Apr 24th, 2023

GS TEAM

Google News
Google News
'કંગના રનૌત એક મજબૂત અને શાનદાર અભિનેત્રી': આર. માધવન 1 - image

મુંબઈ, તા. 24 એપ્રિલ 2023 સોમવાર

કંગના રનૌત અને આર માધવનની ફિલ્મ તનુ વેડ્સ મનુ 2 એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ફિલ્મની સાથે-સાથે આ જોડીના પણ ખૂબ વખાણ થયા. કંગના રનૌત પોતાના આ કો-સ્ટારના વખાણ કરતા થાકતી નથી તો હવે માધવને પણ કંગનાની પ્રશંસા કરી છે. આર. માધવને પોતાના જીવનની ઘણી મજબૂત મહિલાઓનો ઉલ્લેખ કર્યો જેમાંથી એક કંગનાનું પણ નામ લીધુ. 

આર માધવને જણાવ્યુ કે તેમની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી તમામ મહિલાઓ ખૂબ મજબૂત રહી છે. મારા ઘરમાં મારી માતા ખૂબ સશક્ત મહિલા છે. જેમની સાથે રહેવાનું મને સૌભાગ્ય મળ્યુ છે. મારી માતા બિહારની એક બેન્કમાં 30 વર્ષ સુધી મેનેજર રહી ચૂક્યા હતા એટલે અંદાજો લગાવી શકાય કે મહિલાઓ કેટલી મજબૂત હોય છે. 

કંગના રનૌતનું પોતાનું એક ઓપિનિયન છે. તમે આમની પર બળજબરી ના કરી શકો. આ સશક્ત મહિલા છે જે પોતાની રીતે કામ કરવાનું પસંદ કરે છે. આ તે પારંપરિક એક્ટ્રેસ નથી જે આવે છે અને અમુક ફિલ્મોમાં ડાન્સ કરે છે, પુરૂષો પાસેથી થપ્પડ ખાય છે અને જતી રહે છે. કંગના રનૌત એક શાનદાર અભિનેત્રી છે, જે પોતાના પાત્ર માટે ઘણુ બધુ કરે છે. દરેક પ્રકારના જૉનર્સ તે ફિલ્મી પડદે રજૂ કરી શકે છે. હુ તો આશ્ચર્યચકિત થઈ જાવ છુ. 

ઉલ્લેખનીય છેકે આર માધવન તાજેતરમાં જ રૉકેટ્રીમાં જોવા મળ્યા હતા. આ સિવાય 'અમેરિકી પંડિત', 'ટેસ્ટ', સી શંકરન નાયરની બાયોપિક તેમની અપકમિંગ ફિલ્મો છે.